Gujarati News

Gujarati News

News of Saturday, 29th October 2022

સિરીયલ ‘વાગલે કી દુનિયા'ના કલાકારોએ દિવાળીની અનોખી ઉજવણી કરી

(કેતન ખત્રી), અમદાવાદઃ સોની સબ પર વાગલે કી દુનિયાએ તેની જીવનની સ્‍પર્શતી વાર્તા સાથે દર્શકોના મન પર અમીટ છાપ છોડી છે. એક લાક્ષણિક પરિવાર રોજબરોજના જીવનમાં ભોગવે છે તે પરિસ્‍થિતિઓ, પ્રાસંગિક સમસ્‍યાઓ અને તેમની કળતિ થકી જીવનનો મહત્ત્વપૂર્ણ બોધ આપવા સાથે તે મુશ્‍કેલીઓમાંથી બહાર આવવા માટે એકત્ર કઈ રીતે કામ કરે છે તેની ફરતે વાર્તા વીંટળાયેલી છે.

વાગલે કી દુનિયાના કલાકારોએ ટ્‍વિસ્‍ટ સાથે સેટ પર દિવાળીની ઉજવણી કરી.વાગલે પરિવારે હરી- ભરી દિવાળી મનાવી હતી, જ્‍યાં શોના કલાકારોએ પર્યાવરણને સ્‍વચ્‍છ અને હરિત રાખવાના પ્રયાસમાં અને અન્‍યોને પણ તે કરવા માટે પ્રેરણા આપવા ફટાકડાઓ ફોડવાને બદલે છોડવાં વાવ્‍યાં હતાં.આ સંધ્‍યામાં સુમીત રાઘવન, પરિવા પ્રણતી, ચિન્‍મયી સાળવી, શીહાન કપાહી, અંજન શ્રીવાસ્‍તવ, ભારતી આચરેકર અને શોના અન્‍ય કલાકારો હાજર હતા.

(4:01 pm IST)