Gujarati News

Gujarati News

News of Saturday, 29th October 2022

ગુજરાતમાં સમાન નાગરિક ધારો લાવવા તૈયારી : ચૂંટણી પહેલા ભાજપનો માસ્‍ટરસ્‍ટ્રોક

રાજય સરકાર અમલ માટે એક કમીટીની જાહેરાત કરી શકે છે

અમદાવાદ, તા.૨૯: ગુજરાતમાં ચૂંટણી પહેલા આજે વર્તમાન સરકારની અંતિમ કેબિનેટ બેઠક મળવાની છે ત્‍યારે આ બેઠકમાં અત્‍યાર સુધીનું સૌથી મોટું એલાન સરકાર દ્વારા કરવામાં આવી શકે છે. ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાને લઈને કેબિનેટ બેઠકમાં પ્રસ્‍તાવ પાસ થઈ શકે છે. મળતી માહિતી પ્રમાણે યુનિફોર્મ સિવિલ કોડ અંગે આજની કેબિનેટ બેઠકમાં પ્રસ્‍તાવ મુકવામાં આવશે. ઉત્તરાખંડમાં પણ આ જ પેટર્નથી કામ થયુ હતુ. ઉત્તરાખંડમાં પણ આ જ રીતે કેબિનેટ બેઠકમાં યુનિફોર્મ સિવિલ કોડ અંગે પ્રસ્‍તાવ મુકવામાં આવ્‍યો હતો. ત્‍યારે ગુજરાતમાં પણ કેબિનેટ બેઠકમાં આ પ્રસ્‍તાવ મુકાવાની સંભવાના છે. એટલુ જ નહીં તે માટે રિટાયર્ડ જજની એક કમિટી પણ રચવામાં આવી શકે છે. નોંધનીય છે કે ઉત્તરાખંડમાં પણ ચૂંટણી પહેલા ભાજપ સરકાર દ્વારા યુનિફોર્મ સિવિલ કોડને લઈને જાહેરાતો કરવામાં આવી હતી અને તે  બાદ સરકાર બન્‍યા પછી કાયદો પસાર કરવામાં આવ્‍યો હતો. હવે એ જ પેટર્નથી ગુજરાતમાં પણ સરકાર પ્રસ્‍તાવ લાવવાની તૈયારી કરી રહી છે જેને લઈને આગામી ટૂંક જ સમયમાં મોટી જાહેરાત થઈ શકે છે.


શુ છે યૂનિફોર્મ સિવિલ કોડ ?
* યૂનિફોર્મ સિવિલ કોડથી દરેક ધર્મ માટે એક સમાન કાયદો બને અમલી
* દેશમાં અત્‍યારે અલગ-અલગ ધર્મ માટે છે પર્સનલ-લૉ
* દરેક ધર્મના પર્સનલ-લૉમાં એકરૂપતા લાવવાનો ઉદ્દેશ્‍ય
* દેશના દરેક નાગરિક માટે એક સમાન કાયદાની જોગવાઈ
* દરેક ધર્મ, જાતિ માટે એક સમાન કાયદાની જોગવાઈ
* યૂનિફોર્મ સિવિલ કોડથી એક નિષ્‍પક્ષ કાયદો બને જેને કોઈ ધર્મ સાથે નિસ્‍બત ન રહે
* બંધારણમાં અનુચ્‍છેદ ૪૪માં યૂનિફોર્મ સિવિલ કોડનો ઉલ્લેખ
* અનુચ્‍છેદ ૪૪ અંતર્ગત યૂનિફોર્મ સિવિલ કોડ લાગૂ કરવાની જવાબદારી રાજ્‍યોની પણ છે
* યૂનિફોર્મ સિવિલ કોડમાં લગ્ન, છૂટાછેડા અને સંપત્તિની વહેંચણીમાં તમામ ધર્મો માટે એક જ કાયદો લાગુ થશે
* યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થયા બાદ દરેક ધર્મના લોકો માટે એક સરખો કાયદો આવી જશે
* યૂનિફોર્મ સિવિલ કોડ કાયદો લાગુ કરવાની જવાબદારી રાષ્‍ટ્રની છે
* આજ સુધી આ કાયદો લાગુ થઇ શકયો નથી
* ભાજપ અને RSS પહેલાંથી સમાન યૂનિફોર્મ સિવિલ કોડની કરે છે તરફેણ
* યુનિફોર્મ સિવિલ કોડ દુનિયાના મોટા ભાગના વિકસિત દેશોમાં લાગુ
* પાકિસ્‍તાન, બાંગ્‍લાદેશ, મલેશિયા, તુર્કી, ઇન્‍ડોનેશિયા, સુદાન અને ઇજિપ્ત જેવા દેશોમાં આ કાયદો અમલી.

યુનિફોર્મ સિવિલ કોડ શું છે
યુનિફોર્મ સિવિલ કોડ (UCC) એટલે લગ્ન, છૂટાછેડા, બાળક દત્તક લેવા અને મિલકતની વહેંચણી જેવી બાબતોમાં તમામ નાગરિકો માટે સમાન નિયમો. આનો અર્થ એ છે કે ભારતમાં રહેતા દરેક નાગરિક માટે એક સમાન કાયદો હોવો જોઈએ, પછી ભલે તે કોઈપણ ધર્મ અથવા જાતિના હોય. જે રાજ્‍યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવામાં આવશે ત્‍યાં લગ્ન, છૂટાછેડા અને મિલકતના વિભાજનમાં તમામ ધર્મો માટે સમાન કાયદો લાગુ પડશે.

 

(3:47 pm IST)