Gujarati News

Gujarati News

News of Saturday, 29th October 2022

નાયબ સચિવ મહેન્દ્ર સોનીનો કાલે જન્મદિન અને સોમવારે નિવૃતિ

રાજકોટ : શ્રી મહેન્દ્રભાઇ સોની ગુજરાત સરકારના નાયબ સચિવ કાલે તા. ૩૦મી ઓકટોબરના રોજ અઠાવન વર્ષ પૂર્ણ કરતા હોય, તા. ૩૧/૧૦/૨૦૨૨ના રોજ વયનિવૃત થઇ રહ્યા છે. તેમનો અશોકનગર તા.દેત્રોજ જી.અમદાવાદ ખાતે એક આદર્શ ગુજરાતી શિક્ષક પરિવારમાં થયો હતો. તેમણે બી.કોમ., એલ.એલ.બી., એલએલ.એમ. સુધીનો ઉચ્ચ અભ્યાસ કર્યો છે. તેઓ સરકારી નોકરી અને સામાજીક જીવનમાં 'કર્મ એ જ ધર્મ', 'જનસેવા એ જ પ્રભુસેવા'કામમાં પ્રામાણિકતા, નિષ્ઠા, પારદર્શિતા, હકારાત્મક અભિગમ, કાર્યત્વરા અને સંવેદનશીલતાને મંત્ર બનાવી પ્રેરણાદાયી અને ઉતમ  કાર્ય થકી અરજદારો, સાથી કર્મચારી, અધિકારી અને ઉચ્ચ અધિકારી વર્ગમાં એક આગામી ઓળખ ઉભી કરી શકયા છે.

પંચાયત, ગ્રામ નિર્માણ વિભાગ, મહેસુલ વિભાગ, કાયદા વિભાગ, સામાન્ય વહીવટ, ઉદ્યોગ અને ખાણ વિભાગ, ગૃહ વિભાગ, અને કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગમાં વિવિધ હોદ્દાઓ ઉપર પ્રસંશનીય સેવાઓ આપી છે. જુદા-જુદા વિભાગોમાં તેઓની કામ કરવાની તત્પરતા અને હકારાત્મક અભિગમને બિરદાવવામાં આવ્યા છે.

શ્રી મહેન્દ્રભાઇ સોનીના મોટાભાઇ ડો.સુભાષભાઇ સોની સચિવાલયમાંથી અધિક સચિવ તરીકે નિવૃત થયેલ છે અને હાલમાં રાજ્ય સરકારે તેઓની રાજ્ય માહિતી કમિશનર (આરટીઆઇ કમિશનર) તરીકે નિમણુંક કરેલ છે.

શ્રી મહેન્દ્રભાઇ સોનીએ શ્રી ગાંધીનગર શહેર સુવર્ણકાર મંડળ અને શ્રી અખિલ હિન્દુ શ્રીમાળી સોની મહામંડળમાં વિવિધ હોદ્દાઓ ઉપર લાંબા વર્ષો સુધી સેવાઓ આપી સમાજમાં પણ આગવી ઓળખ ઉભી કરી છે. તેમના જન્મદિવસ અને વયનિવૃતિ પ્રસંગે સચિવાલય પરિવાર, વિભાગના અધિકારી, કર્મચારી, ખાતાના વડાના અધિકારી, કર્મચારીઓ, શુભેચ્છક મિત્રો અને પરિવારે નિવૃત જીવન સુખ, શાંતિ, સમૃધ્ધિ, આરોગ્ય અને ઐશ્ચવર્યમય બની રહે તેવી શુભેચ્છાઓ પાઠવી છે. (૨૨.૩૦)

મો. ૯૪૨૭૪ ૧૭૦૧૭ ગાંધીનગર

(3:51 pm IST)