Gujarati News

Gujarati News

News of Saturday, 29th October 2022

વિરમગામને શ્રેષ્‍ઠ બનાવવાનો સંકલ્‍પ જનહિતમાં ચોક્કસ પૂર્ણ થશે : ભાજપના યુવા નેતા હાર્દિક પટેલની ઉપસ્‍થિતિમાં સામાજિક એકતા ક્રિકેટ ટુર્નામેન્‍ટનું સમાપન

રાજકોટ : વિરમગામ તાલુકાના નળકાંઠા વિસ્‍તારની સામાજિક એકતાને મજબૂત કરવા વસવેલીયા ગામના ક્રિકેટ મેદાનમાં આયોજિત સામાજિક એકતા ક્રિકેટ ટુર્નામેન્‍ટનું સમાપન થયું હતું. વિજેતા ટીમના ખેલાડીઓને પ્રોત્‍સાહિત ઇનામો વિતરણ કરવામાં આવ્‍યા હતા. આ માત્ર શરૂઆત છે, વિરમગામને શ્રેષ્ઠ બનાવવાનો સંકલ્‍પ કર્યો છે અને આ સંકલ્‍પ જનહિતમાં ચોક્કસ પૂર્ણ થશે. તેમ ભાજપના યુવા નેતા હાર્દિક પટેલે જણાવ્‍યું હતું.

(10:45 am IST)