Gujarati News

Gujarati News

News of Saturday, 29th October 2022

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે મહેસાણા વિધાનસભા બેઠક માટે ટિકિટ માંગી

પૂર્વ સાંસદ નટુજી ઠાકોર, ગિરીશ રાજગોર, કેશુભાઈ સુંઢિયા, રોહિત પટેલે પણ દાવેદારી નોંધાવી

અમદાવાદ : વિધાનસભાની ચૂંટણીની તારીખ ગમે ત્યારે જાહેર થવાની શક્યતા વચ્ચે ભાજપ દ્વારા સેન્સ લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઉત્તર ગુજરાતની મહત્વની ગણાતી એવી મહેસાણા બેઠક પર પણ સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે પણ મહેસાણા વિધાનસભા બેઠક માટે ટિકિટ માંગી છે. તેમણે આ બેઠક પરથી દાવેદારી નોંધાવી છે. જેમાં નીતિનભાઈ પટેલે કહ્યું કે મને પક્ષ ટિકિટ આપશે તો હું મહેસાણાથી જ ચૂંટણી લડીશ.

નીતિનભાઈ પટેલ ઉપરાંત 25 લોકોએ સેન્સ પ્રક્રિયામાં ભાગ લીધો હતો. જેમાં પૂર્વ સાંસદ નટુજી ઠાકોર, ગિરીશ રાજગોર, કેશુભાઈ સુંઢિયા, રોહિત પટેલે પણ દાવેદારી નોંધાવી છે. ભાજપ દ્વારા સેન્સ લેવાનો આજે બીજો દિવસ છે. 27 ઓક્ટોબરથી ભાજપે રાજ્યમાં ઝોનવાઈઝ સેન્સ પ્રક્રિયા હાથ ધરી છે.

(9:36 pm IST)