Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

દાહોદના વિદ્યાસહાયકની ભરતીના મામલે જિલ્લા કલેક્ટરને આપાયું આવેદન

ભરતીમાં મેરીટ લીસ્ટ પ્રમાણે ઉમેદવારો સાથે અન્યાય થયો હોવાની રાવ ઉઠી

દાહોદ જિલ્લામાં વર્ષ 2004માં થયેલી વિદ્યાસહાયકની ભરતીમાં મેરીટ લીસ્ટ પ્રમાણે ઉમેદવારો સાથે અન્યાય થયો હોવાની રાવ ઉઠી છે.જેને લઈ  જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી ઉમેદવારો દ્વારા રજુઆત કરવામાં આવી છે.

 વર્ષ 2004માં દાહોદ જિલ્લામાં થયેલી વિદ્યા સહાયકોની ભરતી પ્રક્રિયામાં મેરીટ પ્રમાણે કેટલાક ઉમેદવારો સાથે અન્યાય થયો હોવાની રાવ ઉઠી છે.દાહોદ જિલ્લામાં વર્ષ 2004 માં વિધા સહાયકોની ભરતી પ્રક્રિયા યોજાઇ હતી. જેમાં મેરીટ લીસ્ટ પ્રમાણે 40 જેટલી બેઠકો ફાળવવામાં આવી હતી.જેમા માત્ર 26 જેટલી સીટો ફાળવી દેવાઈ હતી.જ્યારે બાકીની રહેલી 14 જેટલી સીટોહજી સુધી ભરવામાં આવી નથી.જે અંગેનું ચિત્ર સ્પષ્ટ કરવામાં આવ્યું નથી.

   આ ભરતી પ્રક્રિયામાં શામેલ ઉમેદવારોએ સોમવારે જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચ્યા હતા.જ્યાં તેઓ દ્વારા રજુઆત કરવામાં આવી હતી કે,ભરતી પ્રક્રિયા બાકી રહેલી સીટોમાં સમાવેશ થઈ શક્યો હોત પરંતુ અન્યાય કરી સમાવેશ કરવામાં આવ્યો નહોતો.જેના કારણે આજે ઉમેદવારો બેરોજગારીનો સામનો કરી રહ્યા છે.ત્યારે બાકી રહેલી સીટો ભરવામાં આવે તેવી માંગ સાથે રાજ્ય સરકાર ને ઉદ્દેશી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજુવાત કરવામાં આવી હતી.

(8:50 pm IST)