Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

ભિલોડા :બેંક ઓફ બરોડાના ૪ કર્મચારીઓ કોરોના પોઝેટીવ:ગ્રાહકોમાં ફફડાટ:બેંકનું કામકાજ સ્થગીત

બેંક કેટલા દિવસ બંધ રહેશે તે અંગે બેંકના સત્તાવાળાઓએ ગ્રાહકોને જાણ કરી નથી

અરવલ્લી જીલ્લામાં કોરોનાનો કહેર વધ્યો છે  ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના મહામારીને કારણે પોઝિટિવ દર્દીઓમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. ત્યારે સરકારી વિભાગો અને બેંકો પણ કોરોના પોઝિટિવ દર્દીથી પ્રભાવિત થઈ રહી છે.ભિલોડા નગરમાં આવેલ બેંક ઓફ બરોડા (દેના બેંક)ના 4 કર્મચારીઓના રેપીડ ટેસ્ટમાં કોરોના પોઝેટીવ આવતા તાત્કાલિક અસરથી બેંક બંધ કામકાજ સ્થગીત કરવામાં આવ્યું હતું. છેલ્લા એક અઠવાડિયા દરમિયાન બેંકમાં કામકાજ માટે મુલાકાત કરનાર ગ્રાહકોમાં ફફડાટ ફેલાયો છે. બેંક કર્મચારીઓ સુપરસ્પેડર બની શકે છે.

અરવલ્લી જીલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં મોટા ભાગના લોકો માસ્ક બાંધતા નથી. ભિલોડાની બેંક ઓફ બરોડાની બ્રાન્ચના ચાર કર્મચારીઓમાં શંકાસ્પદ કોરોનાના લક્ષણ જણાતા કર્મચારીનો રેપિડ ટેસ્ટથી કોરોનાનો રિપોર્ટ કરવામાં આવતા કોરોના પોઝિટિવ આવતા બેંકના સત્તાવાળાઓ એ તાત્કાલિક અસરથી બેંક બંધ કરી દીધી હતી અને સેનેટાઈઝ ની કામગીરી હાથ ધરવામાં આવી હતી. બેંક કેટલા દિવસ બંધ રાખવાની છે તે અંગે બેંકના સત્તાવાળાઓએ ગ્રાહકોને જાણ કરી નથી બેંક બહાર નોટિસ બોર્ડ પર બેંક બંધ રહેશેની નોટિસ ચિપકાવી દીધી છે. પરંતુ આજે બેંક બંધ કરવાને કારણે અનેક ગ્રાહકોને પાછા ફરવું પડ્યું હતું.

(8:45 pm IST)