Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

સુરતમાં ભાજપના કાર્યકરે વોર્ડના વોટ્સએપ ગ્રુપમાં શેર કર્યો અશ્લીલ વિડિઓ : હોબાળો

ગ્રુપમાં મહિલા કાર્યકરો ઉપરાંત ધારાસભ્ય સહિતના નેતાઓ:સ્ક્રીનશોટ વાયરલ

સુરત: સુરત ભાજપના કાર્યકરે  વોર્ડના ગ્રુપમાં અશ્લિલ વિડીયો શેર કરતા હોબાળો મચી ગયો હતો, ગ્રુપમાં મહિલા કાર્યકરો ઉપરાંત ધારાસભ્ય સહિતના નેતાઓ છે, ત્યારે ઘટનાને પગલે નારાજી વ્યાપી હતી.

સોશિયલ મિડીયાનો ભરપૂર ઉપયોગ ભાજપ દ્વારા કરવામાં આવે છે, જોકે અનેક વખત પાર્ટીના કાર્યકરો અશ્લિલ વિડીયો અને ફોટો ગ્રુપમાં શેર કરતા હોય છે. ગુજરાત ભાજપના નવા પ્રમુખ સી. આર. પાટીલે થોડા દિવસ પહેલા એક વેબીનાર કર્યો હતો, જેમાં ટેક્નોલોજીનો ઉપયોગ કઈ રીતે વધારી શકાય છે, તેના ભાર મુક્યો હતો. જોકે તેમને એવું પણ કહ્યું હતું કે કાર્યકરો અને નેતાઓએ સોશિયલ મિડીયાના ઉપયોગમાં કાળજી પણ રાખવી.

જોકે પ્રદેશ અધ્યક્ષની શિખામણ ભૂલી સુરત શહેર ભાજપના વોર્ડ નં.11ના વોટસએપ ગ્રુપમાંઅશ્લિલ વિડીયો મૂકવામાં આવ્યા છે. વિજય મોદી જે ભાજપના કાર્યકર છે તેમને વોર્ડ નં.11ના વોટસએપ ગ્રુમાં મુકેલા અશ્લિલ વિડીયોને કારણે હોબાળો મચી ગયો હતો, સાથે જ એના સ્ક્રિન શોર્ટ પણ વાઈરલ થઈ ગયા હતાં.

વિજય મોદી સુરતના લાલગેટ વિસ્તારમાં કરિણાયાની દુકાન ચલાવે છે. વિડીયો મુદ્દે તેમનું કહેવું છે કે મેં કોંગ્રેસ કાર્યાલયનો ફોટ ગ્રુપમાં શેર કર્યો હતો. બાદમાં દીકરાને મોબાઈલ ફોન રમવા માટે આપ્યો હતો અને તેને ભૂલમાં વિડીયો શેર કર્યા હતાં.

સમગ્ર મામલે સવાલ એ છે કે તેમના મોબાઇલમાં જ્યારે અશ્લિલ વિડીયો આવ્યા તો તેમને શા માટે ડીલીટ ન કર્યા? શિસ્તબદ્ધ પક્ષ ભાજપના જ બક્ષીપંચ મોરચાના હોદ્દાદાર વિજય મોદીએ ગ્રુપમાં ત્રણ અશ્લિલ ક્લિપ શેર કરી હતી. આ ગ્રુપના સભ્યો શરમજનક સ્થિતિમાં આવી ગયા હતાં.

(8:32 pm IST)