Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

બનાસ ડેરી ચૂંટણીના ફોર્મ ભરવાના બે દિવસ જ બાકી

ફોર્મ ભર્યા બાદ શંકર પાલનપુર નજીક સભા કરશે : વર્તમાન પેનલ સામે બનાસ ડેરીના વાઇસ ચેરમેન માવજી દેસાઈની પેનલ ઉમેદવારી નોંધાવી શકે છે : અહેવાલ

બનાસકાંઠા,તા.૨૮ : એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની ચૂંટણીના ફોર્મ ભરવાના અંતિમ બે દિવસો બાકી રહ્યાં છે. આજે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌઘરી પાલનપુર પ્રાંત કચેરીએ ૧૧ વાગ્યે ઉમેદવારી ફોર્મ ભરશે. ફોર્મ ભર્યા બાદ શંકર ચૌધરી પાલનપુર નજીક જોડનાપુરા ખાતે સભા કરશે. જીલ્લાના ધારાસભ્યો સહિત ભાજપના મોટા આગેવાનો ઉપસ્થિત રહે તેવી શકયતાઓ છે. બનાસકાંઠાના સાંસદ પરબતભાઇ પટલે પણ આજે થરાદ પ્રાંત કચેરીએ ફોર્મ ભરે તેવી શક્યતાઓ છે. અત્યાર સુધી માત્ર ઉમેદવારો એજ ઉમેદવારી નોંધાવી છે, જે ઉમેદવાર વર્તમાન નિયામક મંડળના સભ્ય છે.

બનાસ ડેરીની ચૂંટણીમાં મોટાભાગની સીટ બિનહરીફ થાય તેવા શંકર ચૌધરી દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. વર્તમાન પેનલ સામે બનાસડેરીના વાઇસ ચેરમેન માવજી દેસાઈની પેનલ ઉમેદવારી નોંધાવી શકે છે. જો માવજી દેસાઈની પેનલ હરીફમાં આવશે તો બનાસડેરી ચૂંટણી રસપ્રદ બનશે. એશિયાની સૌથી મોટી બનાસડેરીનું ચેરમેન પદ જાળવી રાખવા શંકર ચૌધરી એડી ચોંટીનું જોર લગાવી રહ્યા છે. રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવા માટે પણ શંકર ચૌધરી માટે ચૂંટણી પ્રતિષ્ઠાના જંગ સમાન છે.

(7:22 pm IST)