Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

રાજપીપળા નજીક મોવી પાસેના મુખ્ય હાઇવે માર્ગ ઉપર બે ટ્રકો વચ્ચે અકસ્માત સર્જાતા ટ્રાફિક જામના દ્રશ્યો

ટ્રાફિક પીએસઆઇ ગલચર અને ટીમે 10 કી.મી.થયેલો ટ્રાફિક જામ ગણતરીના સમયમાં હળવો કરતા રાહત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળાથી દેડીયાપાડા તરફ જતા હાઇવે માર્ગ ઉપર આજે મોવી ગામ નજીક બે ટ્રકો વચ્ચે અકસ્માત થતા ટ્રાફિક જામ થયો હોય ટ્રાફિક પીએસઆઇ ગલચર અને તેમની ટિમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જતા 10 કી.મી. જામ થયેલા ટ્રાફિકને થોડાજ સમયમાં હળવો કરતા ટ્રાફિક જામ માં લાંબી કતાર માં ઉભેલા વાહનચાલકો એ રાહત મેળવી હતી.
          રાજપીપળાથી હાઇવે ને જોડતા આ મુખ્ય માર્ગ ઉપર અવાર નવાર બેફામ જતી ટ્રકો દ્વારા અકસ્માતોના બનાવ બનતા હોય છે માટે ટ્રક સહિતના બેફામ જતા ભારદારી વાહનો પર પોલીસ અને આરટીઓ એ કડક કાર્યવાહી કરી તેમની ગતિ ઉપર બ્રેક મારવી જોઈએ કેમકે આવા અકસ્માત માં અનેકવાર નાના વાહન ચાલકોએ જીવ ગુમાવ્યા છે માટે રોક લગાવવી જરૂરી બની છે.

(6:34 pm IST)