Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

ભિલોડા તાલુકાના ધંધાસણ ગામે પત્ની રિસાઈને પિયર ચાલી જતા પતિએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

ભિલોડા:તાલુકાના ધંધાસણ ગામે રહેતાં ૩૮ વર્ષિય યુવકે પત્નિ રીસાઈને પિયર ચાલી જતાં માનસિક પીડા અનુભવી રહયો હતો.ગત શનીવારની રાત્રે  આ શખ્શે મનમાં લાગી આવતાં લીમડાના ઝડાની ડાળીએ ગળે ફાંસો ખાઈ જીવન લીલા સંકેલી લીધી હતી.

યુવકના આપઘાતને પગલે પરિવારજનોમાં શોક છવાયો હતો.જયારે એક જ પ્રકારની અપમૃત્યુની બે ઘટનાઓને લઈ પંથકમાં તરહ તરહની ચર્ચાઓ ઉઠી હતી. ભિલોડા તાલુકાના લુસડીયા ગામે ૪૫ વર્ષિય રાકેશભાઈ ઘાટીયા ના પત્નિ રીસાઈ પિયરમાં ચાલ્યા જતાં આ શખ્શ માનસિક તાણ અનુભવી રહયો હતો. પત્નિ પિયર જતાં ભાઈ જોડે ઝઘડો કરી ભાઈના ઘરને આગ લગાવ્યા બાદ મનમા લાગી આવતાં રાકેશભાઈ એ ગળે ફાંસો ખાઈ લીધો હોવાની ઘટનાએ પંથકમાં ચકચાર મચાવી હતી.પરંતુ આ ચકચારી ઘટનાના થોડાક કલાકોમાં જ આ પંથક વિસ્તારમાં આવા જ પ્રકારના મોતની વધુ એક ઘટના સામે આવતા તરહ તરહ ની ચર્ચાઓ ઉઠી હતી.તાલુકાના ધંધાસણ ગામના ૩૮ વર્ષિય નરેશભાઈ ભુરજીભાઈ ડામોર નાઓને તેમના પત્નિ સરસ્વતીબેન સાથે અવાર નવાર બોલાચાલી અને ઝઘડા થતા હતા.પતિ સાથે ના ઝઘડાઓથી ત્રાસી સરસ્વતીબેન પોતાના પિયર ચાલી જતાં નરેશભાઈ છેલ્લા કેટલાક સમયથી માનસિક પીડા અનુભવી રહયા હતા.

(5:45 pm IST)