Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

ખેડા જિલ્લામાં જુદી-જુદી બે જગ્યાએ ધમધમતા જુગારધામ પર પોલીસે દરોડા પાડી 23 શકુનિઓની ધરપકડ કરી

ખેડા: જિલ્લામાં બે અલગ અલગ જગ્યાઓ પર ચાલતા જૂગારધામો પર સ્થાનિક પોલીસે દરોડા પાડયા હતા.જેમાં પહેલો બનાવ ચકલાસીના સુરાશામળ લીમડીવાળા ફળીયામાં અને બીજો બનાવ મહેમદાવાદ તાલુકાના દાજીપુરા પાટીયા પાસે સ્થાનિક પોલીસે દરોડા પાડયા હતા.બંને બનાવોમાં કુલ-૨૩ વ્યક્તિઓ વિરુધ્ધ ગુનાઓ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પહેલો દરોડો સુરાશામળ લીમડીવાળા ફળીયામાં રહેતા દિલીપભાઇ વાઘેલાના મકાનની ખુલ્લી ઓસરીમાં ચાલતા જુગારધામ સ્થાનિક પોલીસે દરોડો પાડયો હતો.જેમાં દિલીપભાઇ   વાઘેલા, કિરણભાઇ ઝાલા, પ્રવિણભાઇ પરમાર, ચિરાગકુમાર ભોઇ, શૈલેષકુમાર વાઘેલા, રમેશભાઇ વાઘેલા, હમીદંમીયા શેખ, જસભાઇ વાઘેલા, જગદીશભાઇ વાઘેલા, સુરેશભાઇ ઝાલા, ચંદુભાઇ વાઘેલા, હિંમતસિંહ વાઘેલા અને રાજેશભાઇ ઝાલાને ઝડપી પાડયા હતા.ઉપરોક્ત વ્યક્તિઓની અંગઝડતી કરતા રૂા.૧૫,૧૦૦,દાવ પરથી રૂા.૨૯૨૦,મોબાઇલ ફોન કિ.રૂા.૮,૫૦૦ એમ મળી કુલ રૂા.૨૬,૫૨૦ નો મૂદામાલ જપ્ત કરી ચકલાસી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(5:37 pm IST)