Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

નવરાત્રી ગરબા નહીં થાય, વેપારીઓને પડ્યા પર પાટુ

કોરોનાને અટકાવવા માટે લોકડાઉન લાગુ કરાયુ હતુ જે બાદ સતત ચાર મહિના જેટલો સમય વેપાર ઉધોગ બંધ રહેતા આર્થિક મંદીનો માહોલ ઊભો થયો છે. તેવા સંજોગોમાં સરકાર દ્વારા નિયમો જાહેર કરી નવરાત્રીની ઉજવણીની મંજુરી આપશે તેવી આશાએ વેપારીઓ દ્વારા ચણીયા ચોળીનો સ્ટોક કરાયો હતો. પરંતુ હવે. સરકાર દ્વારા વાઇબ્રન્ટ નવરાત્રીનો કાર્યક્રમ રદ કરાતા ગરબા મહોત્સવોને પરવાનગી મળે તેવી શકયતાઓ દેખાતી નથી. જેના પગલે શહેરમાં ઉજવાતા ગરબા મહોત્સવ સામે પણ પ્રશ્નાર્થ ઊભો થયો છે. જેથી દુકાનોમાં પણ ઘરાકી ન હોવાના કારણે વેપારીઓની હાલત વધારે કફોડી બની છે. ચાર મહિનાની મંદીને નવરાત્રી દરમિયાન પાટે લાવવા તૈયારી કરી રહેલા વેપારીઓનો કરોડો રૂપિયાનો સ્ટોક માથે પડયો છે.

(3:12 pm IST)