Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

રાજપીપળા રાજરોક્ષી સર્કલથી હરસિધ્ધિ મંદિર તરફના વળાંકમાં એક હાઈવા ટ્રક દુકાનમાં ઘૂસી જતા નુકસાન

સદનસીબે આ ઘટના આજે વહેલી સવારે બની નહી તો ભરચક અવર જવર વાળા આ વિસ્તારમાં મોટી દુર્ઘટના સર્જાઈ હોત: વારંવાર અકસ્માતો કરતા બેફામ જતા હાઈવા ટ્રકો પર કંટ્રોલ જરૂરી,અગાઉ કેટલાય લોકોએ જીવ ગુમાવ્યા છે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : સોમવારે વહેલી સવારે લગભગ 4:30 વાગે એક હાઈવા ટ્રક સુરતથી રાજપીપળામાં આવતા જ હરસિધ્ધિ માતાના મંદિર તરફના વળાંક ઉપર ચાલાકને ઝોકું આવ્યું હોય કે ગમે તે કારણોસર ગીતા રેસ્ટોરન્ટ અને બાજુની એક દુકાનના ઓટલા સાથે ધડાકા ભેર અથડાતા ટ્રક અને દુકાનોને નુકસાન થયું હતું સદનસીબે આ ઘટના મળસ્કે બની નહિ તો આ ટ્રાફિક થી ભરચક વિસ્તાર હોવાથી જો ઘટના મોડી બની હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત

 જોકે સુરતથી રેતી ભરવા આવતા તોતિંગ હાઈવા ટ્રક હંમેશા પુરપાટ જ જતા હોય છે જે વારંવાર અકસ્માત કરે છે અને અગાઉ કેટલાયના ભોગ પણ લીધા છે છતાં તંત્ર નિયમ મુજબ તેની ગતિ મર્યાદા સહિત પર કાબુ લગાવવામાં જાણે નિષ્ફળ રહ્યું હોય એમ હજુ આવા ટ્રકો દ્વારા અકસ્માતોનો સિલસિલો ચાલુ જ રહ્યો છે ત્યારે પોલીસે આવા બેફામ જતા ભારે વાહનો પર રોક લગાવવી જરૂરી જણાય છે.
  જોકે અકસ્માત જોવા એકઠા થયેલા લોકોના જણાવ્યા મુજબ રાજપીપળા શહેરના કેટલાક માર્ગો પહોળા થાય એ જરૂરી છે અને રેતી ભરી બેફામ આવતા જતા ટ્રકો ની ગતિ મર્યાદા પણ કંટ્રોલ કરવી જોઈએ નહીં તો ક્યારેક મોટી દુર્ઘટના બને તો તેમાં નિર્દોષ લોકો જીવ ગુમાવી બેસે છે.

(3:08 pm IST)