Gujarati News

Gujarati News

News of Sunday, 28th February 2021

નર્મદા જિલ્લામાં આજે 3 કોરોના પોઝિટિવ દર્દી સાથે જિલ્લાનો કુલ આંક 1897 પર પહોંચ્યો

(ભરત શાહ દ્વારા) આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસે થી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં રવિવારે 03 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે,જેમાં નાંદોદ તાલુકાના ધારીખેડા-01, ડેડીયાપાડા-01અને સાગબારાના કોડબામાં-01 કેસ મળી જિલ્લામાં કુલ 03 પોજેટિવ કેસ નોંધાયા છે.
રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં 12 દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટર માં કોઈ દર્દી દાખલ નથી. જ્યારે હોમ આઇસોલેશનમાં 09 દર્દી દાખલ છે,આજે 07 દર્દીને રજા અપાઈ છે, આજ સુધી જિલ્લામાં કુલ 1871 દર્દી સાજા થતા તેમને રજા આપવામા આવી છે. જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંક 1897 પર પહોચ્યો છે.આજે વધુ 132 સેમ્પલ ચકાસણી હેઠળ છે.

(10:17 pm IST)
  • અમરેલીના ખીજડી ગામે ગ્રામજનો દ્વારા ચૂંટણી બહિષ્કારઃ અનેક પ્રશ્નો ઉકલાયાન હોય ગ્રામજનોમાં ભારે રોષ : બપોર ર-૩૦ સુધી એક પણ મત પડયો નહિ તો રાજીકય આગેવાનો દ્વારા મતદારોને સમજાવવા ભરપુર પ્રયાસ access_time 3:49 pm IST

  • તામિલનાડુમાં ચૂંટણીના માહોલ વચ્ચે કોરોનાનો કહેર વધતા 31મી માર્ચ સુધી લોકડાઉન વધારાયુ : સરકારી, પ્રાઇવેટ સંસ્થાનો, ઉદ્યોગગૃહ સહીત એકમોમાં ઓછામાં ઓછા કર્મચારીઓને બોલવવા નિર્દેશ :કંટેઇન્મેન્ટ ઝોનમાં સતર્કતા રાખવા સાથે વૃધ્ધો , બાળકો અને ગર્ભવતી મહિલાઓને ખાસ સાવચેતી રાખવા અપીલ access_time 11:27 pm IST

  • ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજયની ચુંટણીમાં ભારે મતદાનને પગલે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ એકશન મોડમાં : પોતાના વિસ્તારના પેજ પ્રમુખોને દોડાવ્યા અને ભાજપ તરફી મતદાનની વિગતો આપવા આદેશ : અને પોતાના વિસ્તારમાં ૧૦૦ ટકા મતદાન થાયે તે જોવા પણ તાકીદ કરી access_time 3:48 pm IST