News of Sunday, 28th February 2021
નર્મદા જિલ્લામાં આજે 3 કોરોના પોઝિટિવ દર્દી સાથે જિલ્લાનો કુલ આંક 1897 પર પહોંચ્યો
(ભરત શાહ દ્વારા) આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસે થી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં રવિવારે 03 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે,જેમાં નાંદોદ તાલુકાના ધારીખેડા-01, ડેડીયાપાડા-01અને સાગબારાના કોડબામાં-01 કેસ મળી જિલ્લામાં કુલ 03 પોજેટિવ કેસ નોંધાયા છે.
રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં 12 દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટર માં કોઈ દર્દી દાખલ નથી. જ્યારે હોમ આઇસોલેશનમાં 09 દર્દી દાખલ છે,આજે 07 દર્દીને રજા અપાઈ છે, આજ સુધી જિલ્લામાં કુલ 1871 દર્દી સાજા થતા તેમને રજા આપવામા આવી છે. જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંક 1897 પર પહોચ્યો છે.આજે વધુ 132 સેમ્પલ ચકાસણી હેઠળ છે.
(10:17 pm IST)