Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

ગુજરાત એટીએસને મોટી સફળતા : 6 વર્ષથી વોન્ટેડ નકસલવાદીને દસ્ક્રોઈ વિસ્તારમાંથી ઝડપી લેવાયો

ધનબાદ બૉમ્બ બ્લાસ્ટના ગુન્હામાં સંડોવાયેલ હતો ;સરકારે 1 લાખનું ઇનામ રાખ્યું હતું

 

ગુજરાત ATSને મોટી સફળતા મળી છે અમદાવાદના દસક્રોઈ વિસ્તારમાંથી એક નક્સલવાદીની ધરપકડ કરી છે. ઝારખંડના ધનબાદમાં બોમ્બ બ્લાસ્ટના ગુનામાં ઝડપાયેલ નકસલી છેલ્લાં 6 વર્ષથી વોન્ટેડ હતો. આરોપી સીતારામ માંઝી નક્સલવાદી ક્રાંતિકારી કિસાન કમિટી સંસ્થા સાથે જોડાયેલો હતો.

વર્ષ 2014માં લોકસભા ઇલેક્શનમા પોતાના નક્સલવાદીઓ સાથે રહી પોલીસ જીપને પણ ઉડાવી દીધી હતી. અને ત્યારબાદ ઝારખડથી ફરાર થઈ નાસ્તો ફરતો હતો. જો કે, ગુજરાત ATS ચોક્કસ બાતમીના આધારે તેને પકડી લેવામાં સફળતા મળી છે. ઉલ્લેખનીય છેકે આરોપી સીતારામ માંઝી પર ઝારખંડ સરકારે 1 લાખનુ ઈનામ પણ જાહેર કર્યુ હતું. હાલ ATS દ્વારા આરોપીને ઝારખંડ પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી હતી.

(1:12 am IST)