Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

સાંસદ પરેશ રાવલે કોંગ્રેસને નવરી બજાર ગણાવી : ' મેરા બુથ સબસે મજબૂત 'કાર્યક્રમમાં રહ્યાં ઉપસ્થિત

મેમકો ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સાંસદે કોંગ્રેસ પર કટાક્ષ કર્યો

 

અમદાવાદ :વડાપ્રધાન  મોદીનો મેરા બૂથ સબસે, મજબૂત કાર્યક્રમ અમદાવાદમાં પણ યોજાયો. ઠક્કબાપા નગર વિધાનસભા વિસ્તારમાં મેમકો ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સાંસદ અભિનેતા પરેશ રાવલે હાજરી આપી. પ્રસંગે તેમણે કોંગ્રેસ પર કટાક્ષ કરતા તેને સૌથી મોટી નવરી બજાર ગણાવી દીધી

 પરેશ રાવલે કહ્યું કે વડાપ્રધાનને જવાનોની ચિંતા છે. મોદી દરેક દિવાળી જવાનો સાથે ઉજવે છે. જ્યારે કે કોંગ્રેસે આજ જવાનોને વર્ષો સુધી બુલેટપ્રૂફ જેકેટ આપ્યા ના હતા.

(9:55 pm IST)