Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

કપડવંજ નજીક સીમમાં સર્જાયેલ બે ગમખ્વાર અકસ્માતમાં ત્રણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત

કપડવંજ :તાલુકાના ભગવાનપુરા સીમ નજીક આઈશરની ટક્કરે મોટરસાઈકલ પર સવાર બે ઈસમો તેમજ મહેમદાવાદ તાલુકાના દાજીપુરા પાટીયા નજીક પસાર થતાં માર્ગ પર રોડ ક્રોસ કરી રહેલો યુવક ઈકો ગાડીની અડફેટે આવતાં ઈજાગ્રસ્ત બન્યો છે

કપડવંજ તાલુકાના ભગવાનપુરામાં રહેતાં ભૂપતસિંહ ઉદેસિંહ સોલંકી તેમના મિત્ર સાથે ગત સોમવારના રોજ મોડી સાંજના સમયે પોતાનું મોટરસાઈકલ લઈ ઘરે જઈ રહ્યાં હતાં તે દરમિયાન આંત્રોલી તરફ જવાના રોડ પર ભગવાનપુરા સીમ નજીક માર્ગ પર પુરપાટ ઝડપે આવી રહેલી આઈશર ગાડી નં જીજે ૨૩ એટી ૦૫૨૫ ના ચાલકે ભૂપતસિંહની મોટરસાઈકલને અડફેટે લેતાં મોટરસાઈકલ પર સવાર ભૂપતસિંહ તેમજ તેમના મિત્ર ફંગોળાઈ ગયાં હતાં. જેથી બન્નેને ઈજાઓ પહોંચી હતી

 

(6:21 pm IST)