Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

વડોદરાના કુંઢેલામાં માઇનોર કેનાલ માટે ખેડૂતોને ઓછું વળતર ચુકવતા અન્યાયની ફરિયાદ

વડોદરા: તાલુકામાં કુંઢેલા બ્રાંચ કેનાલ તેમજ માઇનોર કેનાલ માટે સરદાર સરોવર નિગમ દ્વારા સંપાદન કરાયેલી જમીનનું વળતર ચુકવવા માટે અનેક ખેડૂતો સાથે અન્યાય કરવામાં આવ્યો હોવાની ફરિયાદો થઇ છે.

નર્મદા યોજના દ્વારા બંને માઇનોર કેનાલ માટે વડોદરાની આસપાસ આવેલા રાભીપુરા, ધનીયાવી, રાઘવપુરા, હાંસાપુરા, વોરાગામડી, સુંદરપુરા, ફતેપુરા તેમજ અન્ય ગામોની જમીન સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડની નર્મદા યોજના નહેર વિભાગ દ્વારા વર્ષ ૧૯૮૫-૮૬માં સંપાદન કરવામાં આવી હતી. જે તે સમયે જમીન માટે ચો.મી. ભાવ રૃા.૧૪ આપવાનું નક્કી કર્યું હતું. જે ખેડૂતની જેટલી જમીન સંપાદનમાં ગઇ હતી તે જમીનની રકમ નક્કી થયા બાદ ખેડૂતોને રકમ ચુકવવામાં આવી હતી.

 

 

(6:15 pm IST)