Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

અમદાવાદમાં આરાધના સંગીત એકેડમીનો પદવીદાન સમારોહ ૧૮મો વાર્ષિક ઉત્સવ

આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત આરાધના સંગીત એકેડમીનો ત્રીજો પદવી દાન સમારોહ અને ૧૮મું વાર્ષિક ફંકશન સંગીત પ્રેમીઓથી ખીચોખીચ ભરેલા લાયન્સ હોલમાં અમદાવાદ ખાતે યોજાયો હતો. આ સમારોહના મુખ્ય અતિથી તરીકે રાજાભાઇ પાઠક, ડો.નિતીનભાઇ શાહ, યતિન ઓઝા, ડો.પ્રદિપ્તા ગાંગુલી, શ્રી કુલદિપ અને સોનિયા કોન્ટ્રાકટરે સમારંભની શોભા વધારી હતી. આ પ્રસંગે આરાધના સંગીત એકેડમીના ૩૮ સેન્ટરોમાંથી સંગીત વિશારદ અને સંગીત અલંકારની પરિક્ષા પાસ કરનાર ૪ વિદ્યાર્થીઓને મેડલ અને ૧૨ વિદ્યાર્થીઓલને સર્ટીફીકેટ સંસ્થા તરફથી આપવામ‑ાં આવ્યા હતા. ડો.મોનીકા શાહે રાગ મારૂ બસંત અને પોતાના ગુરૂ પદમ વિભુષણ ગીરીજાદેવીનું હોરી ગીત ગાઇને પ્રેક્ષકોની જોરદાર દાદ મેળવી હતી. તેમની સાથે તેમના વિદ્યાર્થી આકાશ જોષીએ હાર્મોનિયમ પર અને શ્રી જાજવલ્ય શુકલએ તબલા પર સંગત કરી હતી. એવોર્ડ મેળવનારા બંસરી મૈસુરીયાએ રાગ મારૂ બિહાગ, અજયસિંઘ ઠાકુરે રાગ જોગ અને જલ્વિની મહેતાએ રાગ બિહાગ ગાઇને પ્રેક્ષકોને ખુશ કરી દીધા હતા.(૨૩.૧૩)

 

 

(3:48 pm IST)