Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

બનાસકાંઠા જિલ્લામાં હાઇએલર્ટ :સુઈગામ અને વાવ વિસ્તારમાં માં અવરજવર પર પ્રતિબંધ

નડાબેટ ખાતે ટુરિઝમ અને ઝીરો પોઇન્ટની રસ્તાની કામગીરી અટકાવી દેવાઈ

બનાસકાંઠા :ભારતે એર સ્ટ્રાઇક કર્યા બાદ સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર તૈયારી કરવામાં આવી રહી છે. જેમ કે બનાસકાંઠા જિલ્લો પાકિસ્તાન સરહદ સાથે જોડાયેલો છે. ત્યારે બનાસકાંઠાના સરહદી વાવ, સુઇગામ વિસ્તારમાં સુરક્ષાના ભાગ રૂપે હાઇ એલર્ટ જાહેર કરાયું છે

 . પાકિસ્તાન સાથે જમીન સરહદથી જોડાયેલા સુઇગામ, વાવ વિસ્તારના સરહદી વિસ્તારમાં અવર જવર પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. સુરક્ષાના ભાગરૂપે હાલ નડાબેટ ખાતે ટુરિઝમ અને ઝીરો પોઇન્ટની રસ્તાની કામગીરી અટકાવી દેવાઈ છે

(12:26 pm IST)