Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

નડિયાદની ગુતાલ સીમમાં બે જુદા જુદા ગમખ્વાર અકસ્માતમાં ત્રણને ગંભીર ઇજા

નડિયાદ: તાલુકામાં ગતરોજ ગુતાલ સીમમાંથી પસાર થતાં નેશનલ હાઈવે પરથી રોડ ક્રોસ કરતી બે મહિલાઓ ગાડીની અડફેટે આવતાં ઈજાગ્રસ્ત બની છે. જ્યારે નડિયાદમાં મરીડા ચોકડી પર કાર-એક્ટિવા વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એક્ટિવાચાલકને ઈજા પહોંચી છે

અંગે મળતી માહિતી મુજબ નડિયાદ તાલુકાના ગુતાલ ગામની સીમમાં આશીર્વાદ હોટલ નજીકથી પસાર થતાં નેશનલ હાઈવે નં પરથી ગતરોજ બપોરના સમયે તખાબેન અને ટીન્કલબેન નામની બે મહિલાઓ રોડ ક્રોસ કરી રહી હતી. તે દરમિયાન માર્ગ પર પુરપાટ ઝડપે આવી રહેલી હોન્ડા સીટી કાર નં જીજે ૦૭ બીબી ૧૦૦૯ બંને મહિલાઓને અડફેટે લીધાં હતાં. અકસ્માતમાં બંને મહિલાઓ ઈજાગ્રસ્ત બનતાં તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે

 

(5:01 pm IST)