Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

અમદાવાદની ગુજરી બજારમાં સોશિયલ ડીસ્ટન્સના ધજાગરા:લોકોએ માસ્ક પહેર્યા વગર ભીડ એકથી કરતા પોલીસની દોડધામ શરૂ

અમદાવાદ: શહેરમાં નદી કિનારે વર્ષોથી દર રવિવારે ભરાતી પરંપરાગત ગુજરી બઝાર આજે સવારથી લોકોની ભીડથી ધમધમવા માંડી હતી. સોશ્યલ ડિસ્ટન્સિંગની ઐસીતૈસી કરતી ભીડમાં મોટાભાગના લોકોએ તો માસ્ક પણ પહેર્યા ના હતા.

અંગેના ફોટાઓ સોશ્યલ મીડિયામાં વાયરલ થતાં સફાળા જાગેલાં મ્યુનિ. તંત્રએ દોડધામ શરૂ કરી દીધી હતી. પોલીસની મદદ લઇને બપોરના ગાળામાં ભીડને વિખેરી કાઢી હતી.

મ્યુનિ. કમિશનરની સૂચનાથી સોલિડ વેસ્ટ વિભાગના ડાયરેક્ટર તેમની પાંચ ટીમો સાથે પોલીસ બંદોબસ્ત હેઠળ ગુજરી બઝારના સ્થળે પહોંચ્યા હતા. પોલીસની ગાડીનું સાયરન વગાડતા ત્યાંના પાથરણાવાળાઓએ રીક્ષાઓ અને પેડલ રીક્ષાઓમાં સામાન ભરીને ભાગવાનું શરૂ કરતાં તોડો સમય અવ્યવસ્થા સર્જાઇ હતી.

(5:16 pm IST)