Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

અમદાવાદની થાયરોકેર પ્રાઇવેટ લેબ દ્વારા તમારા શરીરમાં કોરોના સામે લડવા એન્‍ટીબોડી ઉત્પન્ન થયુ છે કે કેમ ? તેના ટેસ્ટ શરૂ કરાયા

અમદાવાદ: કોરોનાના કહેર વચ્ચે વધુ એક બ્લડ ટેસ્ટની શરૂઆત થઈ છે. કોરોના સામે લડવા તમારા શરીરમાં એન્ટીબોડી ઉત્પન્ન થયું છે કે કેમ  તે જાણવા માટે આ વિશેષ ટેસ્ટ હાથ ધરાય છે. થાયરોકેર નામની પ્રાઇવેટ લેબે આ ટેસ્ટ શરૂ કર્યા છે.

આ નવા પ્રકારનો બ્લડ ટેસ્ટ ૬૦૦ રૂપિયાની કિંમતે કરવામાં આવે છે. ટેસ્ટનુ નામ 'કોવિડ આઈજીજી એન્ટીબોડી' ટેસ્ટ છે. આ ટેસ્ટ આઈસીએમઆર એપ્રુવર્ડ કીટથી કરવામાં આવે છે. વ્યક્તિનું ત્રણ એમએલ બ્લડ લઇ તેનું સીરમ અલગ કરી તેને કીટ પર મૂકી તેનો ટેસ્ટ કરવામાં આવે છે.

અમદાવાદમાં છેલ્લા એક મહિનામાં ૩૦૦૦ સરેરાશ ટેસ્ટ થયા છે. જે પૈકી ૧૦ ટકા એટલે કે ૩૦૦ લોકોમાં એન્ટી બોડી જનરેટ થયાનું ખુલ્યું છે. અમદાવાદમાં એન્ટીબોડી થતાં હજુ છ મહિનાથી વધારેનો સમય લાગશે અમદાવાદના નાગરિકોમાં એન્ટીબોડી ટેસ્ટ કરાવવા અંગે જાગૃતિ આવી છે.

કંપની પોતાના કર્મચારીઓના અને ફેક્ટરીમાં કામ કરતા લેબરના ટેસ્ટ માલિક દ્વારા કરાવાઇ રહ્યા છે. બ્લડ સેમ્પલ લીધાના બે દિવસ બાદ મુંબઈમાં પરીક્ષણ કર્યા બાદ આવે ટેસ્ટનું પરિણામ આવે છે. એન્ટીબોડીની વેલ્યુ ૧.૪ કરતાં વધારે હોવી જરૂરી છે. જો ૧.૪ કરતાં ઓછી હોય તો તે વ્યક્તિ કોરોના દર્દીના સંપર્કમાં આવ્યો નથી અને તેના શરીરમાં એન્ટી બોડી જનરેટ થઇ નથી.

(4:52 pm IST)