Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

નર્મદામાં અદાલતો ચાલુ કરવાની માંગ સાથે નર્મદા બાર એસોસીએસન દ્વારા સૂત્રોચ્ચાર સાથે દેખાવો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : હાલ કોરોના ના કહેર વચ્ચે સમગ્ર ગુજરાતની તમામ અદાલતો બંધ છે ત્યારે કોરોનાનું એપિક સેન્ટર અદાલતો નથી અને અદાલતો ફરી ચાલુ કરોના સુત્રોચાર સાથે સોમવારે નર્મદા  જિલ્લા બાર એસોસીએસનના પ્રમુખ વંદના ભટ્ટની આગેવાનીમાં રાજપીપળા ન્યાયાલય ખાતે જાણીતા ધારાશાસ્ત્રીઓ દ્વારા દેખાવો કરવામાં આવ્યા હતા.

  નર્મદા  જિલ્લા બાર એસોસીએસનના પ્રમુખ  વંદના ભટ્ટના જણાવ્યા અનુસાર અદાલતો બંધ હોવાથી અદાલતો સાથે સંકળાયેલા નાના નાના રોજમદારો અને અન્યો ની રોજગારી છીનવાઈ છે જેથી તેમને અન્યાય થયો છે જો કોરોનાને કારણે અદાલતો બંધજ રહેતી હોય તો માત્ર ફાઇલિંગ અને પક્ષકારો વગરના કામો ચાલુ કરવા વિનંતી કરાઈ હતી. સાથે ચીમકી પણ ઉચ્ચારી હતી કે આજે તો માત્ર સૂત્રોચ્ચાર અને દેખાવો કર્યા છે પરંતુ આગામી દિવસો માં આંદોલન આગળ વધારી પ્રતીક ઉપવાસ પણ નર્મદા બાર એસો.દ્વારા કરવામાં આવશે.

(3:09 pm IST)