Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

અમદાવાદમાં કુલ 237 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર : વધુ 16 વિસ્તારો ઉમેરાયા

કોરોના સંક્રમણ ઘટતા 8 વિસ્તારોને કંટેઇન્મેન્ટમાંથી હટાવાયા

અમદાવાદ: શહેરમાં આવેલા 229 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી (Micro Containment Zone) 8 વિસ્તારોમાં કોરોનાની સ્થિતિ સામાન્ય થઈ ગઈ છે. અહીં કોરોના સંક્રમણ પર કાબૂ આવ્યા બાદ તેને કન્ટેનમેન્ટમાંથી હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે અન્ય 16 એરિયામાં કોરોનાનું સંક્રમણ વધતા તેમને નવા કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. આ સાથે જ શહેરમાં કુલ માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા 237 પર પહોંચી ગઈ છે.

આ અંગે અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણને ફેલાતુ અટકાવવા માટે લેવાઈ રહેલા પગલાઓની સમીક્ષા માટે અધિક મુખ્ય સચિવ ડૉ રાજીવકુમાર ગુપ્તાના અધ્યક્ષ સ્થાને એક મહત્વની બેઠક મળી હતી. જેમાં ચર્ચા વિચારણા કરીને 16 નવા માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવાનો, જ્યારે જૂના 8 વિસ્તારને માઈક્રો કન્ટેનમેન્ટમાંથી મુક્ત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

માઈક્રો કન્ટેનમેન્ટમાંથી દૂર કરવામાં આવેલા વિસ્તારોની યાદી
→ લાંભા, કર્ણાવતી-2ના 20 મકાન
→ અમરાઈવાડી, બંગલાવાળી ચાલીના 35 મકાન
→ ભાઈપુરા, નીલકંઠનગર સોસાયટીના 48 મકાન
→ શાહીબાગ, બાવાના ડહેલાના 30 મકાન
→ શાહીબાગ, શત્રુંજય એપાર્ટમેન્ટના 16 મકાન
→ વાસણા, રિવરસાઈડ પાર્કના 40 મકાન
→ પાલડી, યોગેશ્વરનગર સોસાયટીના 50 મકાન
→ જીવરાજ પાર્ક, દેસાઈ પાર્કના 3 મકાન

આ સિવાય નવા કોરોના પોઝિટિવ કેસો સામે આવતા શહેરના વધુ 16 વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.

 નવા માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન વિસ્તારની યાદી
→ ઘાટલોડિયા, સ્વામી અખંડઆનંદ સોસાયટીના 15 મકાન
→ બોડકદેવ, ઝોડિયાક એસ્ટર ફ્લેટના 12 મકાન
→ મણિનગર, જય અંબે એપાર્ટમેન્ટના 20 મકાન
→ લાંભા, પાર્વતીનગરના 20 મકાન
→ ઈન્દ્રપુરી, બ્રહ્માણી પાર્ક સોસાયટીના 6 મકાન
→ સૈજપુર-બોઘા, રાધેશ્યામ એપાર્ટમેન્ટના 14 મકાન
→ નિકોલ, સૂર્યમ ફ્લોરાના 15 મકાન
→ ઓઢવ, ભરવાડ વાસના 20 મકાન
→ ઉસ્માનપુરા, નાયક નગરના 76 મકાન
→ સાબરમતી, શીતલકુંજના 52 મકાન
→ સાબરમતી, વિઠ્ઠલ સ્ક્વેરના 7 મકાન
→ નારણપુરા, પંચવટી એપાર્ટમેન્ટના 4 મકાન
→ ચાંદખેડા, પ્રસંદનગરના 13 મકાન
→ બોપલ, કમલાપાર્કના 14 મકાન
→ વેજલપુર, સ્વરીત એપાર્ટમેન્ટના 8 મકાન

આમ આ નવા જાહેર કરાયેલા 16 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં AMCના હેલ્થ વિભાગ દ્વારા ડોર ટૂ ડોર સર્વેલન્સ અને સ્ક્રિનિંગની કામગીરી હાથ ધરવામાં આવશે.

 ગુજરાતમાં 24 કલાકમાં 1110 જેટલા નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં અમદાવાદમાં 163 પોઝિટિવ કેસ સામે આવ્યા બાદ કોરોના સંક્રમિતોનો કુલ આંકડો વધીને 25691 પર પહોંચ્યો છે. જ્યારે આ જીવલેણ વાઈરસ અત્યાર સુધી 1569 શહેરીજનોને ભરખી ચૂક્યો છે.

(10:34 am IST)