Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

બહુચરાજીના વાલેવડા પાસે કારનું ટાયર ફાટતાં મામા -ભાણેજના ઘટનાસ્થળે મોત

ઈન્ડીગો કાર લઈને સુરેન્દ્રનગર તરફ દવાખાને જઈ રહ્યા હતા.

બહુચરાજી નજીક નાવિયાણી અને વાલેવડા ગામ વચ્ચે રવિવારે સાંજે ઈન્ડિગો કારનું પાછળનું ટાયર ફાટતાં સર્જાયેલા અકસ્માતમાં મામા-ભાણેજનાં ઘટનાસ્થળે જ મોત થયા હતા.

    આ અંગે મળતી વિગત મુજબ બહુચરાજી તાલુકાના શંખલપુર ગામના ગોવિંદજી બળદેવજી ઠાકોર (28) અને હાંસલપુર ગામના જીવાજી ભગાજી ઠાકોર (42) રવિવારે સાંજના ઈન્ડીગો કાર લઈને સુરેન્દ્રનગર તરફ દવાખાને જઈ રહ્યા હતા. તે દરમિયાન નાવિયાણી અને વાલેવડા ગામ વચ્ચે આવેલા જોગણી માતાજીના મંદિર પાસે કારનું પાછળનું ટાયર ફાટતાં કાર પલટી ખાઈ ગઈ હતી.

   આ અકસ્માતમાં મામા અને ભાણેજ જીવાજી ઠાકોર અને ગોવિંદજી ઠાકોરનું ઘટના સ્થળે જ મોત થયું હતું, બંને મૃતકોને બહુચરાજી સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાયું હતું. આ બનાવ અંગે સ્થાનિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(12:02 pm IST)
  • ત્રિપુરામાં ભારે વરસાદથી હજારો લોકો બેઘર : એક હજારથી વધુ મકાનોને નુકશાન :એનડીઆરએફની ટીમ રાહત બચાવકાર્યમાં લાગી : 739 લોકોને રાહત શિબિરોમાં શરણ: 358 લોકો ઉંનકોટી જિલ્લાના અને ઉતરી ત્રિપુરાના 381 લોકોએ શિબિરમાં આશરો લીધો access_time 1:19 am IST

  • મધ્યપ્રદેશમાં કમલનાથસ સામે બગાવતી સુર :કેબિનેટમંત્રી બોલ્યા ,,હવે સમય આવી ગયો છે કે મહારાજને રાજ્યની કમાન સોંપી દેવાય :મધ્યપ્રદેશના મહિલા અને બાલ વિકાસમંત્રી ઈમરતી દેવીએ રાજ્યના મુખ્યમંત્રી કમલનાથ વિરુદ્ધ મોરચો ખોલ્યો :અને કહ્યું કે મહારાજ એટલે કે જ્યોતિરાદિત્ય સિંધિયાને રાજ્યની ધુરા સોંપી દેવી જોઈએ : access_time 1:20 am IST

  • સાણંદ જીઆઇડીસી નજીક કેમિકલ ફેકટરીમાં આગ લાગી:સાણંદ જીઆઇડીસી નજીક આવેલ ઉમા એસ્ટેટ કેમિકલ ફેકટરીમાં મોડી સાંજે આગ ફાટી નીકળતા ફાયર બ્રિગેડ દોડી ગયેલ છે. access_time 9:50 pm IST