Gujarati News

Gujarati News

News of Monday, 26th August 2019

આજથી ૧ સપ્‍ટેમ્‍બર સુધી વરસાદ પડશે : દક્ષિણ-પૂર્વ સૌરાષ્‍ટ્રમાં વરસાદની વધુ શકયતા : મધ્‍ય અને પૂર્વ ગુજરાતમાં મધ્‍યમ-ભારે તો કયાંક અતિભારે : કચ્‍છમાં હળવાથી મધ્‍યમ વરસી જાય: ર સપ્‍ટેમ્‍બર નજીક વધુ અેક લો-પ્રેસર બનશે

 

રાજકોટ : હવામાનની અેક ખાનગી સંસથાઅે તા. ઓગષ્ટથી તા. ઓગસ્ સુધીની આગાહી કરી છે જે મુજબ છે.

ચોમાસુ ધરી ગંગાનગર,ગુણાથી લો પ્રેસર સેન્ટર વાયા પુરી થી દક્ષિણ પુર્વ બંગાળ ની ખાડી સુધી લંબાઈ છે.ચોમાસુ ધરી નો પશ્ર્ચિમી છેડો દક્ષિણ તરફ આવશે.
એક યુ.એસી ઉત્તર પૂર્વ અરબી સમુદ્ર અને દક્ષિણ ગુજરાત લાગુ વિસ્તાર પર સક્રિય છે.
હાલ લો પ્રેસર ઉતર પશ્ર્ચિમ ઓડીસા પર છવાયેલ છે તેને આનુંસંગીક યુઅેસી  દરિયાની સપાટી થી .કી.મી. ની ઉંચાઇ પર ઉતર છતીશગઢ તેને લાગુ પુર્વ મધ્ય પ્રદેશ પર છવાયેલ છે.
આગાહી સમય માં સૌરાષ્ટ્ર માં હળવો મધ્યમ થી અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. દક્ષિણ અને પૂર્વ સૌરાષ્ટ્ર માં વધુ શક્યતા. 1 થી 3 ઇંચ અમુક વિસ્તારમાં તેથી પણ વધુ.
આગાહી ના દીવસો માં મધ્ય ગુજરાત અને પુર્વ માં મધ્યમ ,ભારે , ક્યાક અતિભારે વરસાદ પડે તેવી શક્યતા છે.2 ઇંચ થી 6 ઇંચ
આગાહી સમય દરમ્યાન ઉતર ગુજરાત માં કુલ વરસાદ હળવો ,મધ્યમ, ક્યાક કયાક ભારે વરસાદ જોવા મળશે. પુર્વ /મધ્ય ગુજરાત લાગુ ઉતર ગુજરાત માં વરસાદ નું પ્રમાણ સારુ રહેશે. બાકી ના વિસ્તાર માં વરસાદ નું પ્રમાણ ઓછું રહેશે.1 થી 4 ઇંચ તેમજ .ગુજરાત માં 2 થી 3 ઇંચ વરસાદ પડે તેવી શક્યતા છે.
આગાહી સમય દરમિયાન કચ્છ માં હળવો મધ્યમ વરસાદ પડશે 0.5 થી 2 ઇંચ. મોડલ મતભેદ હોય વરસાદ ની માત્રા વધી શકે છે.
વરસાદી સિસ્ટમ્ મધ્યપ્રદેશ પર છે. તેની અસર સ્વરુપ આજ રાત સુધી માં પુર્વ ,દક્ષિણ, મધ્ય ગુજરાત વરસાદ પડવાની શરુઆત થશે.બાદ ક્રમશઃ આગળ વધશે.
વરસાદ અલગ અલગ દિવસે અલગ અલગ વિસ્તારમાં  ને પડશે.

તા. ર૭-ર૮ઓગષ્ (મંગલ-બુધ) માં હાલ કરતા પવન નું પ્રમાણ વધશે.
આગાહી બાદ પણ વરસાદ માટે વાતાવરણ અનુકુળ રહે તેવી પુરેપુરી શક્યતા છે. Dt.2 સપ્ટેમ્બર આસપાસ નવુ લો પ્રેસર બનશે..

(11:26 am IST)
  • હિંમતનગરની ગુજ્જુ ગર્લ મિસ ઇન્ડિયા સ્પર્ધાની ફાઇનલમાં પહોચી : આ સ્પર્ધામાં કુલ 1900 યુવતીઓએ ભાગ લીધો : હિંમતનગરની રંજના પાંડેએ 51મો નંબર મેળવ્યો : હવે ફાઇનલમાં પોતાના સૌંદર્યના જાદુ પાડશે રંજના પાંડે : આ પહેલા રંજના પાંડેએ ફેસ ઓફ ગુજરાતમાં બેસ્ટ સ્માઇલનો એવોર્ડ જીત્યો હતો : મિસ વર્લ્ડ માનુષી છિલ્લરને માને છે પોતાના આદર્શ : વધુ મતદાન તેણીને બનાવી શકે છે મિસ ઇન્ડિયા : પરિણામ સપ્ટેમ્બરના બીજા અઠવાડિયામાં આવશે : વધુ ને વધુ લોકો તેનો પ્રોજેક્ટ યુટયુબ પર જોવે તેવી કરી અપીલ access_time 11:26 pm IST

  • સરકારે પોતાના જન ઔષધિ કેન્દ્રો પર વેચાતા સેનેટરી નેપકિનની કિંમતમાં ઘટાડો કરીને એક રૂપિયા પ્રતિ પેડ કરવાની જાહેરાત કરી છે. હાલમાં એની કિંમત અઢી રૂપિયા છે. સરકારે મહિલા સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા માટે આ પગલું ઊઠાવ્યું છે. કેમિકલ અને ફર્ટિલાઇઝર રાજ્યમંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે બાયોડિગ્રેડેબલ સેનેટરી નેપકિન 'સુવિધા' 27 ઓગસ્ટથી જન ઔષધિ કેન્દ્રો પર સબ્સિડી ભાવે ઉપલબ્ધ હશે. access_time 11:30 pm IST

  • પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘની સુરક્ષામાંથી એસપીજી હટાવવાના કેન્દ્ર સરકારના નિર્ણય પર વાંધો ઉઠાવતા કોંગ્રેસે સોમવારે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે યાદ રાખવું જોઇએ કે તેઓ પણ એક દિવસ ‘પૂર્વ’ બનશે. પાર્ટી પ્રવક્તા અભિષેત મનુ સિંઘવીએ ટ્વિટ કરી હતી કે પૂર્વ વડાપ્રધાનનું સુરક્ષા કવર હટાવવાના આદેશ આપનાર વર્તમાન વડાપ્રધાન અને ગૃહમંત્રીએ યાદ રાખવું જોઇએ કે તેઓ પણ એક દિવસે પૂર્વ બનશે, કર્મ તમને જોઇ રહ્યો છે. access_time 11:40 pm IST