ગુજરાત
News of Monday, 26th August 2019

આજથી ૧ સપ્‍ટેમ્‍બર સુધી વરસાદ પડશે : દક્ષિણ-પૂર્વ સૌરાષ્‍ટ્રમાં વરસાદની વધુ શકયતા : મધ્‍ય અને પૂર્વ ગુજરાતમાં મધ્‍યમ-ભારે તો કયાંક અતિભારે : કચ્‍છમાં હળવાથી મધ્‍યમ વરસી જાય: ર સપ્‍ટેમ્‍બર નજીક વધુ અેક લો-પ્રેસર બનશે

 

રાજકોટ : હવામાનની અેક ખાનગી સંસથાઅે તા. ઓગષ્ટથી તા. ઓગસ્ સુધીની આગાહી કરી છે જે મુજબ છે.

ચોમાસુ ધરી ગંગાનગર,ગુણાથી લો પ્રેસર સેન્ટર વાયા પુરી થી દક્ષિણ પુર્વ બંગાળ ની ખાડી સુધી લંબાઈ છે.ચોમાસુ ધરી નો પશ્ર્ચિમી છેડો દક્ષિણ તરફ આવશે.
એક યુ.એસી ઉત્તર પૂર્વ અરબી સમુદ્ર અને દક્ષિણ ગુજરાત લાગુ વિસ્તાર પર સક્રિય છે.
હાલ લો પ્રેસર ઉતર પશ્ર્ચિમ ઓડીસા પર છવાયેલ છે તેને આનુંસંગીક યુઅેસી  દરિયાની સપાટી થી .કી.મી. ની ઉંચાઇ પર ઉતર છતીશગઢ તેને લાગુ પુર્વ મધ્ય પ્રદેશ પર છવાયેલ છે.
આગાહી સમય માં સૌરાષ્ટ્ર માં હળવો મધ્યમ થી અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. દક્ષિણ અને પૂર્વ સૌરાષ્ટ્ર માં વધુ શક્યતા. 1 થી 3 ઇંચ અમુક વિસ્તારમાં તેથી પણ વધુ.
આગાહી ના દીવસો માં મધ્ય ગુજરાત અને પુર્વ માં મધ્યમ ,ભારે , ક્યાક અતિભારે વરસાદ પડે તેવી શક્યતા છે.2 ઇંચ થી 6 ઇંચ
આગાહી સમય દરમ્યાન ઉતર ગુજરાત માં કુલ વરસાદ હળવો ,મધ્યમ, ક્યાક કયાક ભારે વરસાદ જોવા મળશે. પુર્વ /મધ્ય ગુજરાત લાગુ ઉતર ગુજરાત માં વરસાદ નું પ્રમાણ સારુ રહેશે. બાકી ના વિસ્તાર માં વરસાદ નું પ્રમાણ ઓછું રહેશે.1 થી 4 ઇંચ તેમજ .ગુજરાત માં 2 થી 3 ઇંચ વરસાદ પડે તેવી શક્યતા છે.
આગાહી સમય દરમિયાન કચ્છ માં હળવો મધ્યમ વરસાદ પડશે 0.5 થી 2 ઇંચ. મોડલ મતભેદ હોય વરસાદ ની માત્રા વધી શકે છે.
વરસાદી સિસ્ટમ્ મધ્યપ્રદેશ પર છે. તેની અસર સ્વરુપ આજ રાત સુધી માં પુર્વ ,દક્ષિણ, મધ્ય ગુજરાત વરસાદ પડવાની શરુઆત થશે.બાદ ક્રમશઃ આગળ વધશે.
વરસાદ અલગ અલગ દિવસે અલગ અલગ વિસ્તારમાં  ને પડશે.

તા. ર૭-ર૮ઓગષ્ (મંગલ-બુધ) માં હાલ કરતા પવન નું પ્રમાણ વધશે.
આગાહી બાદ પણ વરસાદ માટે વાતાવરણ અનુકુળ રહે તેવી પુરેપુરી શક્યતા છે. Dt.2 સપ્ટેમ્બર આસપાસ નવુ લો પ્રેસર બનશે..

(11:26 am IST)