Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

ગરુડેશ્વરના ઉંડવા ગામની મહિલાની એકલતાનો લાભ લઈ ઈજ્જત લેવાનો પ્રયાસ

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : નર્મદા જીલ્લાના ગરુડેશ્વર તાલુકાના ઉંડવા ગામની મહિલાને એકલી જોઈ ગામના યુવાને ઈજ્જત લેવાનો પ્રયાસ કર્યો હતો.

  પ્રાપ્ત માહિતિ અનુસાર ઉંડવા ગામમાં રહેતી એક મહિલા ગઇકાલે સાંજના સાતેક વાગે પોતાના ઘરના આંગણામાં ઝાડું મારી આંગણું સાફ કરતી હતી અને તેના માતા ઘરમાં જમવાનું બનાવતા હતા તે વખતે આ મહિલાની એકલતાનો લાભ લઇ તેનાજ ફળીયાના શૈલેષ વિક્રમભાઇ તડવીએ તેની પાસે આવી બદકામ કરવાના ઇરાદે મહિલાનો હાથ પકડી ખેંચતાણ કરી તેને પહેરેલું ટોપ ફાડી નાખી ઈજ્જત લેવાની કોશીશ કરતા મહિલાએ બુમાબુમ કરતા યુવાન ત્યાંથી નાસી છૂટ્યો હતો.આ બાબતે મહિલાએ ગરુડેશ્વર પો.સ્ટે.માં શૈલેષ તડવી વિરુદ્ધ ફરિયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.

(4:56 pm IST)