Gujarati News

Gujarati News

News of Thursday, 25th June 2020

બારડોલીના બાબેનમાં ટેમ્પો પાર્કિંગ બાબતે જૂથ અથડામણ : એક યુવકની હત્યા: ભારે તંગદિલી

મોડી રાત્રે બે જૂથો સામસામે: એક જૂથના લોકો યુવક પર તૂટી પડ્યા: જિલ્લા એલસીબી, એસઓજી સહિત ઉચ્ચ પોલીસ અધિકારી નો કાફલો પહોંચ્યો

સુરત જિલ્લાના બારડોલી તાલુકાના બાબેન ગામે ટેમ્પો પાર્કિંગ બાબતે બે જૂથ વચ્ચે થયેલી બબાલમાં એક યુવકની હત્યા થતા ચકચાર મચી ગઇ હતી. યુવકની હત્યાને પગલે ગામમાં ભારે તંગદિલી સર્જાય હતી. જિલ્લાની પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી.

મળતી માહિતી અનુસાર બારડોલી તાલુકાના બાબેન ગામે ગુરુવારે મોડી રાત્રે બે જૂથો સામસામે થઈ ગયા હતા. ટેમ્પો પાર્કિંગ બાબતે થયેલી બબાલમાં એક જૂથના લોકો યુવક પર તૂટી પડ્યા હતા. યુવકને માર મારી તેની હત્યા કરી દેવામાં આવી હતી. યુવકનું નામ મહેશ રાજુભાઇ દેવીપૂજક (.વર્ષ 25) હોવાનું બહાર આવ્યું છે. હાલ સ્થળ પર જિલ્લા એલસીબી, એસઓજી સહિત ઉચ્ચ પોલીસ અધિકારી નો કાફલો પહોંચી સ્થિતિ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહી

(12:12 am IST)