Gujarati News

Gujarati News

News of Thursday, 25th June 2020

પોતાની સાથે ગેમ થયા હોવાનું કહેરનારા મહંતે ફેરવી તોળ્યું

અમદાવાદમાં રથયાત્રા ન નિકળતા નારાજ હતા : રાજ્ય ગૃહમંત્રી પ્રદિપસિંહ સાથે મુલાકાત બાદ મહંત દિલીપદાસજીએ સરકાર તરફી નિવેદન આપતાં આશ્ચર્ય

અમદાવાદ,તા.૨૫ : રથયાત્રા યોજાતા નારાજ થયેલા મહંત દિલિપદાસજી આજે ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા સાથે ની બેઠક બાદ ફેરવી તોળ્યું હતુ.મહંત દિલિપદાસજી કહ્યું કે સરકારે તો બહુ મહેનત કરી હતી. સરકાર કે વ્યક્તિ સામે નારાજગી નથી. ભગવાન જગન્નાથની ૧૪૩ મી રથયાત્રા કાઢવાની પરવાનગી હાઇર્કાેટે આપતાં રથયાત્રા  મંદિર પરિસર માં યોજાઇ હતી. રથયાત્રા યોજાતા મંદિર ના મહંત દિલિપદાસજી મહારાજ નારાજ થયા હતાં. અને અમારી જોડે રમત થઇ ગઇ છે.મેં ભરોસો રાખ્યો હતો ખોટો પડ્યો તેવું કહ્યું હતું. વિવાદ માં વિ.હિ. ના પૂર્વ અધ્યક્ષ પ્રવિણ તોગડિયા પણ નિવેદન કરી કહ્યું હતું કે રથયાત્રા નિકળી હિંન્દુઓ નું અપમાન છે.

            આ બાબતે નારાજ મહંત દિલિપદાસજી ને મનાવવા ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા જમાલપુર જગન્નાથ મંદિરે પહોંચ્યાં હતાં અને મહંત દિલિપદાસજી સાથે બેઠક કરી હતી. બેઠક માં ટ્રસ્ટી મહેન્દ્ર ઝા તેમજ અમદાવાદ મ્યુનિસિપલ ર્કાેર્પારેશનના સ્ટેનડીંગ કમીટીના ચેરમેન અમુલ ભટ્ટ હાજર હતાં. મહંત દિલિપદાસજી ગૃહરાજ્યમંત્રી બાદ પત્રકારોને જણાવ્યું હતું કે સુપ્રિમ  ર્કાેર્ટે પુરી ની યાત્રા કાઢવા મંજુરી આપી હતી.સરકારે ગુજરાત હાઇર્કાેર્ટમાં   અમદાવાદ માં રથયાત્રા નિકળે તે માટે એફીડેવીટ કરી હતી પરંતુ હાઇર્કાેર્ટે મોડીરાત્રે મંજુરી આપી હતી. ચુકાદો વહેલો મળ્યો હોત તો સુપ્રિમ માં જાત. રાજ્ય સરકારે સંપુર્ણ મદદ કરી છે મારી સરકાર કે વ્યક્તિ સામે નારાજગી નથી. સરકારે ખુબ મહેનત કરી હતી.

(10:21 pm IST)