Gujarati News

Gujarati News

News of Thursday, 25th June 2020

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારની મહિલાઓએ કેવડિયાની ટેકરીએ પોલીસનો તંબુમાં ડેરો જમાવ્યો : કહ્યું અહીંથી અમે નહિ હટીએ

આસ્થાને ઠેર પહોંચી હોય પોલીસ માફી માંગે : જ્યાં સુધી તંબુ નહિ હટે ત્યાં સુધી અમે પણ નહિ હટીએ : ઘર્ષણના એંધાણ

રાજપીપળા: સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના કેવડિયા ગામની  ટેકરી પર આદિવાસી સમાજની આસ્થાનું પ્રતીક સમાન પવિત્ર મંદિર છે ત્યાં પોલીસે તબું બાંધ્યો હોવાથી નવો વિવાદ જન્મ્યો છે.તંબુ હટાવી આદીવાસી સમાજની આસ્થાને ઠેસ પહોંચાડી હોવાથી પોલીસ આદીવાસી સમાજની માફી માંગે એવી ઉગ્ર માંગ સ્થાનિકોએ કરી હતી.જો એમ નહિ થાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી.

હવે આ ઘટનાના બીજે દિવસે કેવડિયા વિસ્તારની આદિવાસી મહિલાઓ એ ટેકરી પર ચઢી ગઈ હતી અને તંબુને બાનમાં લીધો હતો,સાથે સાથે ટેકરી પરથી તંબુ હટાવવાની માંગ કરી હતી.બીજે દિવસે તંબુમાં પોલીસ આવે એ પહેલા ડેરો જમાવી મહિલાઓએ તંબુને બાનમાં લીધો હતો. જો કે મહિલાઓ એક માંગ સાથે અડગ છે કે જ્યાં સુધી તંબુ નહિ હટે ત્યાં સુધી અમે નહિ હટીએ.આ જોતા આવનારા દિવસોમાં ઘર્ષણના એંધાણ જોવા મળી રહ્યા છે.

આદીવાસી મહિલાઓએ જણાવ્યું હતું કે,“આતંકવાદીઓની રેકી હોવાથી અમે અહીંયા તંબુ લગાવ્યા છે એમ અમને જણાવ્યું હતું.આ ધાર્મિક સ્થળ હોય અહીંયા આવા તંબુ લગાવી પોલીસ કાયમ બેસી કોઈ વિધર્મી કૃત્ય કરે તો અમારી આસ્થાને ઠેસ પહોંચે.અમે એ જ બાબતે વિરોધ કરી રહ્યા છે”.

અત્રે એ ઉલ્લેખનીય છે કે લોકડાઉન વચ્ચે સર્વે અને ફેન્સીંગ કામગીરી બાદ હવે ખેતી કરતા ખેડૂતો પર પોલીસ ફરિયાદ કરી વિવિદ હજુ શાંત નથી થયો ત્યાંતો આદિવાસીઓના આસ્થાના કેન્દ્ર સમાન ટેકરી પર પોલીસે તંબુ તાણાતાં નવો વિવાદ પેદા થયો છે.કેવડિયા હેલિપેડ પાસે આવેલ ટેકરી પર આદિવાસીઓના અસ્થાના પ્રતીક સમાં મંદિરો આવેલા છે. જ્યા સ્થાનિકો મંદિરે દર્શન અને પૂજા કરવા રોજ જાય છે.ગામની ઉંચાઈ આવેલ આ ટેકરી પરથી આખું ગામ દેખાય છે.કેવડિયા 6 ગામોમાં વિવાદ ફરી ફરીને પાછો આવે છે એ સરકારનું ષડ્યંત્ર ગણો કે મજબૂરી.

(7:59 pm IST)