Gujarati News

Gujarati News

News of Thursday, 25th June 2020

સિનિયર વાઈસ પ્રેસિડન્ટના પદ માટે મતદારને આકર્ષવા ખેંચતાણ

ગુજરાત ચેમ્બર્સની ચૂંટણીમાં ગરમાવો : વેપારી સંગઠનોની બેઠકોનો દોર શરૂ, પ્રચાર હાઈટેક બન્યો, વોટ્સએપ અને ઈમેલની મદદથી પ્રચાર ઝૂંબેશ

અમદાવાદ, તા. ૨૫ : ચેમ્બરની ચૂંટણીનો માહોલ બરોબર જામી ગયો છે. ત્યારે સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ પદના બે ઉમેદવારો અને વાઈસ પ્રેસિડેન્ટના ત્રણ ઉમેદવારોએ ચેમ્બરના તમામ સભ્યોને પોતે ઉમેદવારી કરી રહ્યા હોય પોતાને મત આપવા માટેની રજૂઆત કરતો એક મેસેજ ુરટ્ઠંજટ્ઠૅૅ તથા ઈમેલ દ્વારા મોકલવાની શરૂઆત કરી દીધી છે. સાથે સાથે ચૂંટણીમાં પોતાનું સ્ટેન્ડ શું રહેશે તે નક્કી કરવા માટે જુદા જુદા વેપારી મહાજનો અને સંગઠનોની પણ મિટિંગોનો દોર શરૂ થઈ ગયા છે તમામ વચ્ચે વાઇસ પ્રેસિડેન્ટ પદના ઉમેદવાર ભાવેશ લાખાણીએ યુવાનોને ચેમ્બરમાં તક મળે તેના માટે પોતે ચૂંટણી લડી રહ્યા હોવાનું જણાવતા ગરમાટો આવ્યો છે.

           ચેમ્બરની સ્થાપનાનો હેતુ તો વેપારીઓના પ્રશ્નોને સરકાર સમક્ષ રજૂઆત કરવાનો હતો જે હવે સદંતર ભુલાઈ ગયો છેજો સરકાર મંજૂરી આપે તો ૧૧ મી જૂલાઇ યોજાનારી ચેમ્બરની ચૂંટણી માટેના તમામ ઉમેદવારોએ પોતપોતાની રીતે પ્રચાર-પ્રસાર શરૂ કરી દીધો છે. જેમાં સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ પદના ઉમેદવારો પોતાની રીતે તમામ સભ્યોને વ્યાપાર ઉદ્યોગ ક્ષેત્રે પોતાનું યોગદાન શું છે તે અંગેની વિગતો સાથેના એક મેસેજ મોકલવાની શરૂઆત કરી દીધી છે. તો બીજી તરફ વાઇસ પ્રેસિડેન્ટ પદના ત્રણ ઉમેદવારો પણ પોતપોતાની રીતે સભ્યો ને રીઝવવા માટેના પ્રયાસો શરૂ કરી દીધા છે. સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ પદના ઉમેદવાર હેમંત શાહ અને તેમની પ્રગતિ પેનલના સભ્યોએ તમામ મતદારો અને ચેમ્બરના સભ્યો સાથે સંપર્કો શરૂ કરી ચૂંટણીનો કાઉન્સિલિંગ શરૂ કરી દીધું છે.

           બીજી તરફ સામે પક્ષે હજુ સુધી કોઈ પેનલની રચના થઇ નથી તમામ ઉમેદવારો પોતાની રીતે પ્રયાસ કરી રહ્યા છે. જોકે વાઇસ પ્રેસિડન્ટ પદના ઉમેદવાર અશોક પટેલનો દાવો છે કે ભાવેશ લાખાણીએ તક આપવામાં આવે તો તેઓ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લેવા તૈયાર છે. ત્યારે ભાવેશ લાખાણીએ નું કહેવું છે કે ચેમ્બરમાં ચોક્કસ લોકોનું વર્ચસ્વ ચાલી રહ્યું છે જે તોડવામાટે તથા પોતાની સામે ઉમેદવારી કરી રહેલા કે આઈ પટેલ કે જેઓ વૃદ્ધ છે માટે ચેમ્બરમાં યુવાનોને તક મળે તે માટે પોતે ચૂંટણી લડી રહ્યા છે.ભાવેશ લાખાણી પોતાના સરકારમાં સારા સંપર્કો હોય તેનેકારણે વેપારીઓને ફાયદો થઇ શકે તેવી ખાતરી પણ આપી છે.

(7:52 pm IST)