Gujarati News

Gujarati News

News of Thursday, 25th June 2020

રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત : વધુ 577 કેસ નોંધાયા: કુલ કેસની સંખ્યા 29578 થઇ : વધુ 18 લોકોના મોત : મૃત્યુઆંક 1754

અમદાવાદમાં વધુ 238 કેસ, સુરતમાં 164 કેસ,નોંધાયા : વધુ 410 દર્દીઓ સાજા થતા કુલ 21506 લોકોએ કોરોનાને મ્હાત આપી

અમદાવાદ,તા.૨૫ : રાજ્યમાં કોરોના પોઝિટિવનો આંકડો સતત ૧૩માં દિવસે ૫૦૦થી વધુ નોંધાયો છે. આજે કુલ ૫૭૭ નવા કેસ નોંધાયા છે. સાથે કુલ સંક્રમિતો આંકડો રાજ્યમાં ૨૯૫૭૮ થયો છે. રાજ્યમાં ૨૪ કલાકમાં મૃત્યુનો આંકડો ૧૮ થયો છે. સાથે કુલ મૃત્યુઆંક ૧૪૫૭ થયો છે. રાજ્યમાં આજે ૨૪૦ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. સાથે કુલ ડિસ્ચાર્જનો આંકડો ૨૧૫૧૬ થયો છે. રાજ્યમાં આજે ૫૧૯૮ ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં આજે ૬૬ વ્યક્તિઓ વેન્ટીલેટર પર રહ્યા હતા. રાજ્યના આઠ મહાનગર વિસ્તાર અને ૨૪ જિલ્લામાં કોરોનાના ૫૭૭ નવા કેસો ઉમેરાયા છે જે ગત ૨૧મૂ જૂને નોંધાયેલા ૫૮૦ કરતા બીજા નંબરે સૌથી વધારે છે. છેલ્લા સપ્તાહની સરખામણીમાં આજે રાજ્યમાં પ્રમાણમાં ઓછા મૃત્યુ નોંધાયા છે.

       રાજ્યમાં આજે કોરોનાના લીધે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ૧૧ અને જિલ્લામાં એક, સુરત કોર્પોરેશનમાં , ગાંધીનગર કોર્પોરેશનમાં અને ગાંધીનગરમાં , સુરેન્દ્રનગરમાં ૧સાથે કુલ ૧૮ મૃત્યુ થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુ કોરોનાના લીધે ૧૪૫૪ રક પહોંચ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી અમદાવાદમાં કોરોના પોઝિટિવના ૨૫૦થી પણ ઓછા દર્દીઓ નોંધાતા આરોગ્ય તંત્રે રાહતનો શ્વાસ લીધો છે. અમદાવાદ મહાનગર અને જિલ્લામાં ૨૩૮ નવા કેસ નોંધાતા કોરોનાથી કુલ સંક્રમિતોનો આંકડો ૧૮૮૩૯ પર પહોંચ્યો છે જ્યારે વધુ ૧૨ મોત સાથે કુલ મૃત્યુઆંક૧૩૯૦ પર પહોંચ્યો છે. આજે સતત છઠ્ઠા દિવસે ૧૦૦થી વધુ કેસ ૨૪ કલાકમાં પોઝિટિવ કોરોનાના સુરત કોર્પોરેશન અને જિલ્લાના ૧૬૪ નોંધાતા કુલ કોરોના સંક્રમિતોનો આકંડો ૩૮૭૬ થયો છે જ્યારે આજે વધુ ત્રણ મૃત્યુ સાથે મૃત્યુંઆંક ૧૪૨ થયો છે. વડોદરા કોર્પોરેશન અને જિલ્લામાં આજે ૪૪ નવા કોરોના પોઝિટિવના દર્દી ઉમેરાતા કુલ સંક્રમિતનો આંકડો ૨૦૨૯ થયો છે જ્યારે ગાંધીનગરમાં આજે કોરોનાના ૧૫ નવા કેસ ઉમેરાતા કુલ સંક્રમિતનો આંકડો ૬૦૨ થયો છે.

             ગાંધીનગર કોર્પોરેશન અને જિલ્લામાં વધુ બે મોત નોંધાતા કુલ મૃત્યુઆંકડ ૨૭ થયો છે. રાજ્યમાં અન્ય વિસ્તારોમાં આજે જામનગર કોર્પોરેશનમાં ૧૧ અને જિલ્લામાં , નર્મદમાં ૧૧, રાજકોટ કોર્પોરેશનમાં અને જિલ્લામાં , ભરુચમાં , વલસાડમાં , આણંદ-, પંચમહાલ અને ખેડામાં -, કચ્છ અને નવસારીમાં -, ભાવનગર કોર્પોરેશનમાં અને જિલ્લામાં , જુનાગઢ કોર્પોરેશન-, મહેસાણા, સીગરસોમનાથ -, અમરેલીમાં , અરવલ્લી, સાબરકાંઠા, પાટણ, સુરેન્દ્રનગરમાં -, ભાવનગર, બોટાદ, દાહોદ અને મોરબીમાં - કોરોના પોઝિટિવના કેસ નોંધાયા હતા. રાજ્યમાં ૬૩૧૮ કોરોનાના એક્ટિવ કેસ નોંધાયા છે જેમાં ૬૬ વેન્ટીલેટર પર અને ૬૨૫૨ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૩૪૫૨૭૮ ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ ૨૨૯૭૬૮ વ્યક્તિઓને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે જે પૈકી ૨૨૬૧૧૬ વ્યક્તિઓ હોમ ક્વોરન્ટાઈન છે અને ૩૬૫૨ લોકોને ફેસીલીટી ક્વોરન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.

(10:18 pm IST)