Gujarati News

Gujarati News

News of Thursday, 25th June 2020

કલોલ: નાના મલેકવાસમાં મધ્યરાત્રિ ધમધમતા જુગારધામ પર પોલીસના દરોડા:11જુગારીઓની 97 હજારની મતા સાથે ધરપકડ

કલોલ: શહેરમાં આવેલા નાના મલેકવાસમાં મોડી રાત્રે મોટાપાયે જુગારધામ ચાલતું હોવાની બાતમીને આધારે એલસીબી-રએ દરોડો કરી કુલ ૧૧ જુગારીને પકડી પાડયા હતા. જો કે જુગારધામ ચલાવતા ચાર મુખ્ય સુત્રધાર સ્થળ પરથી ભાગી છૂટયા હતા. પોલીસે સ્થળ પરથી ૯૭ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે લીધો હતો.

કલોલ શહેરમાં ટાવર ચોક પાસે આવેલા નાના મલેક વાસમાં મોડીરાત્રે જુગારધામ ચાલતું હોવાની બાતમીને આધારે ગાંધીનગર એલસીબી -રએ ગઇકાલે મોડી રાત્રે દરોડો કર્યો હતો. જેમાં જુગાર રમતા ઇમરાન અહેમદભાઇ મલેક રહે.રાવળવાસ મટવા કુવા કલોલ, સંદીપ કનુભાઇ ધોબી રહે.નગરમીઠાનો વાસ, કલોલ, દિનેશ પશાભાઇ પટેલ રહે.નાગર મીઠાનો વાસ,અલ્પેશ પ્રહલાદભાઇ નાયી રહે.નાગરમીઠાનો વાસ, દિનેશ ગણેશભાઇ મકવાણા રહે.ત્રિકમનગર કલોલ પૂર્વ, જયેશ કાંતિભાઇ પરમાર રહે.નિર્ણયનગર સોસાયટી, સાબીર અહેમદભાઇ ચૌહાણ રહે.રહીમ પૂરા કલોલ, પ્રહલાદજી ગાંભાજી ઠાકોર રહે.કલોલ પૂર્વ ફાટક પાસે છાપરામાં, મહેન્દ્ર રતિલાલ પંડયા રહે.સત્યમ ટ્રેડર્સ ફલેટ બોરિસણાં પાસે, પરદેશી રાજુ વર્મા રહે.લાયન્સ નગર કલોલ પૂર્વ અને પ્રિતેશ મહેન્દ્રભાઇ નાયક રહે.કલ્યાણપુરા કલોલને રંગેહાથે ઝડપી લીધા હતા. જ્યારે જુગારધામ ચલાવતા મુખ્ય સુત્રધાર ઇકબાલ અહેમદભાઇ મલેક, મુનીર પઠાણ , ઇલિયાસ જાફરભાઇ પરમાર અને રફીક રસૂલભાઇ મલેક સ્થળ પરથી ભાગી છૂટયા હતા. 

(6:06 pm IST)