Gujarati News

Gujarati News

News of Thursday, 25th June 2020

કલોલ શહેર પોલીસે બાતમીના આધારે હાઇવે પર આવેલ ફ્લેટમાં દરોડા પાડી 1.44 લાખનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો

કલોલ: શહેર પોલીસે બાતમીને આધારે હાઇવે પર આવેલી સત્સંગ રેસીડેન્સીના એક ફલેટમાં દરોડો કરી વિદેશીદારૃની ૫૧૬ નંગ બોટલ પકડી પાડી હતી. ૧.૪૪ લાખનો વિદેશીદારૃનો જથ્થો પોલીસે કબ્જે લીધો હતો. જો કે બંને બુટલેગર પોલીસના હાથમાં આવ્યા નહોતા.

કલોલમાં આવેલી સત્સંગ રેસીડેન્સીમાં બી/૪૦૫ માં રહેતો મુસ્તુફા યુસુફભાઇ મન્સૂરી ઉર્ફે રાજુ પેઇન્ટર અને સત્સંગ રેસીડેન્સીમાં બી/૫૦૨માં રહેતો જીતેન્દ્ર વિષ્ણુભાઇ વ્યાસનાઓ ભાગીદારીમાં વિદેશી દારૃનો ધંધો કરતા હોવાની બાતમીને આધારે કલોલ શહેર પોલીસે ગઇકાલે મોડીસાંજે જીતેન્દ્રના ફલેટમાં દરોડો કર્યો હતો. જીતેન્દ્રના ૫૦૨ નંબરના ફલેટમાં વિદેશીદારૃનો મોટો જથ્થો હોવાની પોલીસને ચોક્કસ બાતમી મળી હતી. જેથી પોલીસે ફલેટમાં દરોડો કરી ફલેટની તલાશી લેતાં તેમાંથી વિદેશીદારૃની ૫૧૬ નંગ બોટલો મળી આવી હતી. પોલીસે સ્થળ પરથી રૃપિયા ૧,૪૪,૫૪૦નો વિદેશીદારૃનો જથ્થો કબ્જે લીધો હતો. જો કે ભાગીદારીમાં વિદેશીદારૃનો ધંધો કરતા મુસ્તુફા અને જીતેન્દ્ર પોલીસના હાથમાં આવ્યા ન હોતા. જેથી પોલીસે આ બંને આરોપીને વોન્ટેડ બતાવી તેમની વિરૃદ્ધ પ્રોહિબીશનનો ગુનો દાખલ કરી બંને આરોપીની ધરપકડ માટે દોડધામ શરૃ કરી છે.

(6:04 pm IST)