Gujarati News

Gujarati News

News of Thursday, 25th June 2020

સુરતના પુણા વિસ્તારમાં સાડીના કારખાનામાં કામ કરનાર યુવાને 2.63 લાખથી સાડી અન્ય બે સાગરીત સાથે મળી ચોરી કરી રફુચક્કર થઇ જતા પોલીસ ફરિયાદ

સુરત: શહેર ના પુણા ગામ માનસરોવર સ્કૂલની બાજુમાં લક્ષ્મીનગર સોસાયટીમાં સાડી ઉપર રબર પ્રિન્ટનું જોબવર્કનું કામ કરતા મોટા વરાછાના યુવાને ભાવનગરના જે યુવાનને કારખાનમાં કામ ઉપર રાખી ત્યાં જ રહેવાની વ્યવસ્થા કરી હતી તે રૂ.2.63 લાખની સાડી અન્ય બે સાથે મળી ટેમ્પોમાં ચોરી ફરાર થઇ ગયો હતો.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ, મૂળ અમરેલીના વતની અને સુરતમાં મોટા વરાછા શ્રી રેસિડન્સી બી/2/501 માં રહેતા 30 વર્ષીય બાદલભાઈ ધીરુભાઈ સરધારા પુણા માનસરોવર સ્કૂલની બાજુમાં લક્ષ્મીનગર સોસાયટીમાં ખાતા નં.29 માં ધીરુભાઈ ભીખાભાઇ સરધારાના નામે સાડી ઉપર રબર પ્રિન્ટનું કામ કરે છે. તેમણે ભાવનગરના મફતનગર બોર તળાવના મૂળ વતની રવિ જ્યંતિભાઈ રાઠોડને ગત 15 માર્ચના રોજ પોતાના કારખાનામાં નોકરી ઉપર રાખ્યો હતો અને તે ત્યાં જ રહેતો હોય તેની પાસે કારખાનાની એક ચાવી પણ રહેતી હતી. ગત 20 મી ના રોજ સવારે કોહીનુર ટેક્ષ્ટાઈલ માર્કેટમાં શ્રી હરિ સાડીના વેપારી અશોકભાઈએ જોબવર્ક માટે રૂ.2,63,500 ની મત્તાની 850 નંગ સાડી મોકલી હતી. જે રવિએ જ ગણીને મૂકી હતી. ત્યાર બાદ બપોરે 1.30 કલાકે બાદલભાઈ કારખાનું બંધ કરી રવિને માનસરોવર સ્કૂલ નજીક દર્શના ગેરેજ પાસે ઉતારી પોતાની મોટરસાયકલ ઉપર ઘરે જમવા ગયા હતા. તે દિવસે બપોર પછી કારખાનામાં રજા હતી.

(6:01 pm IST)