Gujarati News

Gujarati News

News of Thursday, 25th June 2020

સુરતની સિવિલ હોસ્પિટલમાં વૃક્ષ કાપવાની કામગીરી પર પાલિકા તંત્ર દ્વારા દંડ વસુલવાની કામગીરી હાથ ધરવામાં આવી

સુરત:શહેરમાં કોરોના બેકાબુ બની રહ્યો, હોવાથી કેસમાં વધારો થઇ રહ્યો છે. જેથી રોજ ગંભીર હાલતમા દર્દીઓમાં વધારો નોંધાઈ રહ્યો છે. નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ ગંભીર હાલતના કોરોના સહિતના દર્દી માટે હવે ઓકસીજન ટેન્ક મુકવામાં આવશે. જે માટે 10 જેટલા વૃક્ષો કાપવામાં આવ્યા હતા. જેથી પાલિકા દ્વારા સિવિલ તંત્ર પાસે રૂપિયા 11,000નો દંડ વસૂલવામાં આવ્યો અને વૃક્ષો આવવાનો આદેશ કર્યો હતો.

સુરત નવી સિવિલ હોસ્પિટલ કોરોના ગંભીર હાલતમાં દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આવા સમયે સિવિલ તંત્રએ કોરોના સહિતના દર્દીઓને માટે 13000 હજાર લિટરની ઓક્સિજન ટેન્ક મુકવાનું કે ઇન્સ્ટોલ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેને કારણે નવી સિવિલ કેમ્પસમાં નર્સિંગ કોલેજ પાસે સેન્ટ્રલ મેડિકલ સ્ટોર બાજુમાં નડતરરૂપ વૃક્ષો કાપવામાં આવ્યા હતા. પર્યાવરણ પ્રેમી કમ જાગૃત વ્યક્તિ કૌશિક રાણાએ પાલિકામાં અરજી કે, નવી સિવીલ ખાતે તદુરસ્ત વૃક્ષોની કાપણી કારણે મોટા પ્રમાણમાં પક્ષીઓના માળા અને ઈંડાને નુકશાન કર્યુ હતું.

(6:00 pm IST)