Gujarati News

Gujarati News

News of Thursday, 25th June 2020

સુરતના ઉઘના વિસ્તારમાં કોરોના પોજીટીવ વૃદ્ધ પિતા બાદ પુત્રની તબિયત અચાનક બગડી જતા મૃત્યુ નીપજ્યું

સુરત: શહેરના ઉધના વિસ્તારમાં ચાર દિવસ પહેલા વૃદ્ધનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બાદમાં આજે વહેલી સવારે તેમના પુત્રોની અચાનક તબિયત બગડતાં મોતને ભેટતા ચકચાર મચી ગઇ હતી.

નવી સિવિલ હોસ્પિટલથી મળેલી વિગત મુજબ, ઉધના વિસ્તારમાં આવેલા ભાઠેના ખાતે રહેતા 32 વર્ષીય જીતેન્દ્રભાઈ રાણા આજે વહેલી સવારે અચાનક છાતીમાં દુખાવો થયો આને ઉલટી સહિત તકલીફ થઈ હતી. જેથી તેમના પરિવારના સભ્યો તેમને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા નોંધનીય છે કે, જીતેન્દ્રભાઈના પિતાને ચાર દિવસ પહેલા કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હોસ્પિટલમાં દાખલ કર્યા છે. તેવા સમયે આજે તેમની અચાનક તબિયત બગડતા અનેક પ્રકારની ચર્ચાએ જોર પકડયું હતું. જોકે તેમને શંકાસ્પદ કોરોનાની ઝપેટમાં આવ્યા હશે એવી શંકા સિવિલના ડોક્ટરને ગઈ હતી. તેથી પીએમ કરનાર ડોક્ટરો પણ મૂંઝવણમાં મુકાયા હતા બાદમાં તેમણે સિનિયર ડોક્ટર સલાહ લીધા હતી, બાદમાં તેમનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. જો કે પોસ્ટમોર્ટમ કરનાર ડૉક્ટરે કહ્યું હતું કે, તેમના લીધેલા વિવિધ સેમ્પલના રિપોર્ટ આવ્યા પછી તેમના મોતનું સાચુ કારણ જાણવા મળશે.

(5:58 pm IST)