Gujarati News

Gujarati News

News of Thursday, 25th June 2020

વડોદરા:પ્રતાપનગર-ડભોઇ રોડ પર ગોડાઉનમાં શહેર પોલીસના દરોડા:લાખોની કિંમતનો દારૂનો જથ્થો ઝડપાયો:બે વ્યક્તિ વોન્ટેડ જાહેર કરાયા

વડોદરા: શહેરના પ્રતાપનગર-ડભોઇ રોડ પરના એક ગોડાઉનમાં શહેર પોલીસે દરોડો પાડી વેચાણ માટે છુપાવી રાખેલા દારૃ અને બીયરની ૬૦ પેટીઓ કબજે કરી ટેમ્પાના ચાલક સહિત બેની ધરપકડ કરી છે. દારૃનો જથ્થો ગાજરાવાડીના નામચીન બુટલેગર રાજેશ ઠાકોરે મંગાવ્યો હોવાની વિગત બહાર આવતા બે વ્યક્તિને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે.

આ અંગેની વિગત એવી છે કે સફેદ રંગના અશોક લેલેન્ડ કંપનીના બંધ બોડીના ટેમ્પામાં દારૃનો જથ્થો લાવી વડોદરા શહેરમાં ખાલી કરવાનો છે તેવી બાતમીના આધારે પીસીબીના સ્ટાફે આજે બપોરે ડભોઇ રોડ પર સોમા તળાવ પાસે વોચ ગોઠવી હતી. બાતમી મુજબનો ટેમ્પો આવતા તેને રોકી તપાસ કરતા ટેમ્પો ખાલી જણાયો હતો જો કે ટેમ્પાની બોડીમાં એક ચોરખાનું મળ્યું હતું જેથી ટેમ્પાચાલકની પૂછપરછ કરતા દારૃનો જથ્થો ડભોઇ રોડ પર યમુનામીલ કમ્પાઉન્ડ સામે આનંદ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ખાતેના એક ગોડાઉનમાં ખાલી કર્યો હોવાનું જણાવ્યું હતું.

(5:58 pm IST)