Gujarati News

Gujarati News

News of Thursday, 25th June 2020

વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં મોડી સાંજે કોરોનાનો શકાસ્પદ દર્દી વોર્ડમાંથી ગાયબ થઇ જતા દોડધામ મચી જવા પામી

વડોદરા: શહેરની ગોત્રી મેડિકલ કોલેજની હોસ્પિટલમાંથી આજે મોડી સાંજે કોરોનાનો એક શંકાસ્પદ દર્દી વોર્ડમાંથી ગાયબ થઈ જતા દોડધામ મચી ગઈ હતી.

મળતી વિગતો પ્રમાણે મૂળે આણંદના આ દર્દીને ગોત્રી મેડિકલ હોસ્પિટલમાં કોરોના જેવા લક્ષણોના કારણે દાખલ કરવામાં આવ્યો હતો.જોકે તેનો રિપોર્ટ આવવાનો હજી બાકી છે.દરમિયાન આજે સાંજે વોર્ડમાં ફરજ બજાવતા મેડિકલ સ્ટાફના ધ્યાનમાં આવ્યુ હતુ કે, આ દર્દી વોર્ડમાં નથી.જેના પગલે તેને શોધવા માટે દોડધામ થઈ ગઈ હતી.

આ દરમિયાન મેડિકલ સ્ટાફ દ્વારા દર્દીના ગૂમ થવા અંગે ગોરવા પોલીસને પણ જાણ કરાઈ હતી.સૂત્રોના કહેવા પ્રમાણે આ દર્દી હોસ્પિટલ સંકુલમાંથી જ મળી આવ્યો હતો.તેને ફરી વોર્ડમાં પાછો લવાયો હતો અને ફરજ પરના ડોક્ટરો અને નર્સોએ રાહતનો શ્વાસ લીધો હતો

(5:57 pm IST)