Gujarati News

Gujarati News

News of Thursday, 25th June 2020

વડોદરા:એમ.એસ.યુ.ના પ્રોફેસરે તુલસી,લીમડાના ઉપયોગથી બનાવ્યું માસ્ક:50 વખત વોશ કર્યા પછી પણ રહે છે ઉપયોગી

વડોદરા:કોરોના જેવા વાઈરસ, બેક્ટરિયા, ફંગસ અને સ્કીન એલર્જીથી શરીરને બચાવવા માટે એમ.એસ.યુનિ.ની ટેકનોલોજી ફેકલ્ટીના પ્રો.ડો.ભરત પટેલે એક નવો ઉપાય શોધી કાઢ્યો છે. જેમાં તેઓએ તુલસી, લીમડો, અરડૂસી અને મંજિષ્ઠાનો ઉપયોગ કરીને અત્યારસુધી 200થી 300 એન્ટી બેક્ટેરિયલ માસ્ક બનાવ્યા છે. જે ટેકનોલોજી ફેકલ્ટી, તેમની સોસાયટી અને સુરતની હોસ્પિટલમાં આપ્યા છે.

ટેકનોલોજી ફેકલ્ટીના ટેક્સટાઈલ કેમેસ્ટ્રિવિભાગના પ્રો.ભરત પટેલે કહ્યું કે વર્ષ 2014માં મેંે અને મારા વિદ્યાર્થી એમ.ઝેડ.છાનીવાલાએ તુલસીના રસમાંથી કોપર અને સિલ્વરના નેનો પાર્ટિકલ બનાવી તેનો ઉપયોગ કોટનના કાપડમાં કર્યો હતો.

(5:57 pm IST)