Gujarati News

Gujarati News

News of Thursday, 25th June 2020

રિવરફ્રન્ટ પર પ્રેમી પંખીડાઓ ઉપર પોલીસની બાજ નજર

વરસાદી માહોલમાં ઈલુ-ઈલુ કરનારા ચેતે : લપાઈને બેસતા પ્રેમી પંખીડાઓ પર વોચ રાખવા માટે આખા રિવરફ્રન્ટ પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે

અમદાવાદ, તા. ૨૫ : અમદાવાદ શહેરમાં બનાવવામાં આવેલા રિવરફ્રન્ટમાં પ્રેમી પંખીડાઓની સંખ્યામાં કોરોના વાયરસના કારણે ઘટાડો જોવા મળી રહ્યો છે. જો કે, હજી પણ રિવરફ્રન્ટની ઘણી એવી જગ્યા પર પ્રેમી પંખીડાઓ પોતાના રોમાન્સની પણો માણતા જોવા મળી રહ્યા છે. ત્યારે પ્રેમી પંખીડાઓ પર વોંચ રાખવા માટે આખા રિવરફ્રન્ટ પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. અમદાવાદ શહેરમાં પરિવાર સહિત પ્રેમી-પંખીડાઓ રિવરફ્રન્ટ પર પોતાની અંગત પણો માળવા માટે આવતા હોય છે. કોરોના વાયરસના કારણે હાલ તમામ જગ્યા સુમસામ જોવા મળી રહી છે અને પોલીસ દ્વાર સઘન પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે. પરતું રિવરફ્રન્ટના ઘણા એવા વિસ્તારોમાં કોરોના વાયરસના ખોફ વિના હજી પણ ઘણા એવા પ્રેમી પંખીડાઓ બપોરના સમયે જોવા મળી રહ્યા છે.

          ત્યારે તમામ લોકો માટે માઠા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં હવે રિવરફ્રન્ટની તમામ જગ્યાઓ પર સીસીટીવી કેમેરાઓ લગાવવામાં આવશે અને તમામ લોકો પર બાજ નજર પણ રાખવામાં આવશે. પ્રોજેક્ટને નિર્ભયા ફંડ હેઠળ અમલમાં મુકવામાં આવશે, જેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિચારણા શરૂ કરી દેવામાં આવી છે. કેમેરાથી રિવરફ્રન્ટના તમામ પૂર્વ-પશ્ચિમ બન્ને કિનારાને પ્રોજેકટમાં આવરી લેવામાં આવશે. જો કે હાલમાં જે પણ કેમેરા લગાવવામાં આવ્યા છે તે ફકત રોડ પર કવર કરે છે. જો કે ,આગામી સમયમાં જે પણ કેમેરા લગાવવામાં આવશ તે તમામ કેમેરા આધુનિક પ્રકારના લગાવવામાં આવશે. જેનાથી તમામ પ્રકારની તસવીરો સંપૂર્ણ સાફ દેખાશે. રિવરફ્રન્ટમાં થતી તમામ ગેરકાયદે પ્રવૃતિ પર પ્રોજેકટના કારણે રોક લાગી શકે તેવી શક્યતા સેવાઈ રહી છે.

(10:15 pm IST)