Gujarati News

Gujarati News

News of Thursday, 25th June 2020

શાળાઓમાં પુસ્તકોનું વેચાણ બંધ કરાવવા બુકસેલર્સ એસોસીએશનની માંગણી

રાજકોટ, તા., ૨૫: શાળાઓના પુસ્તકોનું ધુમ વેચાણ સામે સૌરાષ્ટ્ર બુક સેલર્સ એન્ડ સ્ટેશનર્સ એસોસીએશનનો વિરોધ કરી બંધ કરાવવા માંગણી કરી છે.

એસોસીએશનને એક યાદીમાં જણાવ્યું કે સૌરાષ્ટ્ર બુક સેલર્સ એન્ડ સ્ટેશનર્સ એસોસીએશન રજુઆત કરી છે કે ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ ઠરાવ ક્રમાંક ખપશ/૧૦૧૧/૧૩૧/ચ, સચિવાલય ગાંધીનગર તારીખ ર૦-૯-ર૦૧૧ મુજબ શાળાએ વિદ્યાર્થીઓને કોઇ પણ ચોક્કસ પ્રકારના પુસ્તકો, સાહિત્ય પોતાની સંસ્થા (શાળામાંથી) પાસેથી અથવા કોઇ ચોક્કસ સંસ્થા કે એજન્સી પાસેથી તથા કોઇ ચોક્કસ માર્કાની કે કંપનીના જ ખરીદવા માટે આગ્રહ રાખી શકશે નહી અથવા ફરજ પાડી શકશે નહી તેવો પરીપત્ર બહાર પાડેલ છે. છતા પણ અમુક ખાનગી શાળાઓ ખુલ્લે આમ પ્રાઇવેટ પ્રકાશનના પુસ્તકો પોતાની શાળામાંથી વેચાણ કરે છે. વાલીઓને પુસ્તકો લેૃવા માટે શાળાએ બોલાવે છે જે હાલ કોરોનાની પરિસ્થિતિમાં નિયમોની વિરૂધ્ધ છે.

સરકારની કોઇ પણ જાતની ગાઇડ લાઇનનું પાલન કરતા નથી. શાળાઓ પોતાની મનમાની ચલાવી વિદ્યાર્થીઓ ઉપર પ્રાઇવેટ પ્રકાશનના પુસ્તકો ખરીદવાનું દબાણ કરે છે.

સૌરાષ્ટ્ર બુક સેલર્સ એન્ડ સ્ટેશનર્સ એસોસીએશન માંગણી કરી છે કે, આવી શાાળાઓ વિરૂધ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. દરેક વેપારી પાસે ખુબ જ મોટી સંખ્યામાં માલનો જથ્થો પડેલ છે કે દરેક વેપારીનું આર્થીક હિત જળવાઇ રહે અને તેઓને આર્થીક રીતે નુકશાની ન આવે તે માટે ખાસ ગંભીરતાથી વિચારીને કાર્યવાહી કરવા માંગણી કરી છે.

(3:53 pm IST)