Gujarati News

Gujarati News

News of Thursday, 25th June 2020

મજુર-ઔદ્યોગીક અદાલતો તત્કાલ શરૂ કરો

ગુજરાત બેંક વર્કર્સ યુનિયન દ્વારા સરકાર સમક્ષ માંગણી

રાજકોટ તા. રપઃ ગુજરાત બેંક વર્કર્સ યુનિયને રાજયની મજુર તેમજ ઔદ્યોગીક અદાલતો તત્કાલ શરૂ કરવા માંગણી કરી છે. યુનિયને જણાવ્યું છે કે કામદારોના હકકનું જતન કરનારી અદાલતો છેલ્લાં ૩ માસથી બંધ છે. એવું કહેવાય રહ્યું છે કે આ અદાલતો વિડીયો કોન્ફરન્સથી ચાલુ રહેલ છે.

મજુર અદાલત અને ઔદ્યોગીક અદાલત સામાન્ય રીતે કામદારોના મૌખિક પુરાવા આધારીત  કેસો ચલાવતી હોય છે. સામાન્ય મજુર/કામદાર/કર્મચારીએને વિડીયો કોન્ફરન્સથી પુરાવા આપવા માટેનું જ્ઞાન અથવા જરૂરી સવલતો હોતી નથી. તેઓએ કોર્ટ સમક્ષ પુરાવા જ આપવાના હોય છે. આ અદાલતો કહેવા પુરતી ચાલુ છે પરંતુ અમારી જાણમાં એ લગભગ બંધ છે તેમ યુનિયનની યાદી ઉમેરે છે.

કર્મચારી/કામદારોના વર્ષોથી પડતર કેસો ચાલે છે. અમુક ચુકાદા નિર્ણય ઉપર છે પરંતુ કોઇપણ કારણસર કેસો ચાલતાં નથી કે નિકાલ થતો નથી. મજુર અદાલતે વકીલોના મંડળ તેમજ અન્ય મજુ઼ર તેમજ શ્રમજીવીઓના પ્રશ્નોનો નિકાલ કરતી અન્ય સંસ્થાઓ તાત્કાલીક ધોરણે ચાલુ કરાવવા અમારી સરકારશ્રીને વિનંતી છે તેમ યાદીના અંતે જણાવાયું છે.

(3:42 pm IST)