Gujarati News

Gujarati News

News of Thursday, 25th June 2020

વિજયભાઈનું ટ્વિટ

ભારતમાં યોજાનાર અન્ડર-૧૭ મહિલા વર્લ્ડકપના ૭મેચો અમદાવાદમાં રમાશે

ભુવનેશ્વર, અમદાવાદ, ગુવાહાટી, કોલકતા અને નવી મુંબઈના મેદાનો ઉપર મેચ રમાશે

અમદાવાદ : ફિફાએ અંડર-૧૭ મહિલા વર્લ્ડ કપનો નવો કાર્યક્રમ જાહેર કર્યો છે. વર્લ્ડ કપ ૧૭ ફેબ્રુઆરીથી ૭ માર્ચ સુધી ૨૦૨૧ સુધી ભારતમાં યોજાશે. ભારતમાં યોજાનાર આ વર્લ્ડ કપની ૭ મેચ અમદાવાદમાં રમાશે. આ અંગે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ટ્વિટ કરીને માહિતી આપી હતી.

ફૂટબોલનું સંચાલન કરતી વૈશ્વિક સંસ્થા ફિફાએ અંડર-૧૭ મહિલા વર્લ્ડ કપનો નવો કાર્યક્રમ જાહેર કરી દીધો છે. આ વર્લ્ડ કપ ૨૦૨૧માં ૧૭મી ફેબ્રુઆરી ૨૦૨૦થી ૭ માર્ચ સુધી ભારતમાં અમદાવાદ, ભુવનેશ્વર, ગુવાહાટી, કોલકાતા અને નવી મુંબઈના મેદાનો પર રમાશે. આ શહેરો અંગે ફિફાએ અગાઉથી જ મંજૂરી આપી દીધી છે.

મુખ્યમંત્રીએ ટ્વિટ કરીને જણાવ્યું કે, ગુજરાત માટે ખૂબ ગૌરવની વાત છે કે, ફીફા અંડર -૧૭ મહિલા વર્લ્ડ કપ ફૂટબોલ ભારત ૨૦૨૧ અમદાવાદ ખાતે યોજાશે. ૧૮, ૨૧ અને ૨૪ ફેબ્રુઆરીએ અને ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૧ના ક્વાર્ટર ફાઈનલ એમ કુલ સાત મેચો અમદાવાદમાં રમાશે.

(3:40 pm IST)