Gujarati News

Gujarati News

News of Thursday, 25th June 2020

જો ગુજરાતમાં કોંગ્રેસની સરકાર હોત તો હિન્દૂ સંગઠનો અને ભાજપે તોફાનો ચાલુ કરી દીધા હોત: હાર્દિક પટેલ

ભગવાન જગન્નાથની રથયાત્રાને લઇને કોંગ્રેસના નેતા હાર્દિક પટેલનું મોટું નિવેદન

અમદાવાદ : ભગવાન જગન્નાથની રથયાત્રાને લઇને નિવેદનનો દોર ચાલી રહયો છે, દિલીપદાસજી મહારાજના નિવેદન બાદ ગઈકાલે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પણ સ્પષ્ટતા કરી છે ત્યારે હવે આ સમગ્ર મામલે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે જણાવ્યું કે, દિલીપદાસજી મહારાજે જે ચિંતા વ્યક્ત કરી તે ગુજરાતની જનતા 30 વર્ષે થી વ્યક્ત કરે છે. હાર્દિકે કહ્યું કે, જો ગુજરાતમાં કોંગ્રેસની સરકાર હોત તો હિન્દૂ સંગઠનો અને ભાજપે તોફાનો ચાલુ કરી દીધા હોત.

  હાર્દિક પટેલે એમ પણ કહ્યું હતું કે વર્તમાન સરકાર એ ભગવાન સાથે છેતરપિંડી કરતી હોય તો સામન્ય જનતા સાથે શુ ન થાય તે સવાલ છે

 નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને લઇ હાર્દિકે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો અને કહ્યું કે, જો ટ્રમ્પનો કાર્યક્રમ થતો હોય તો ભગવાન જનન્નાથની યાત્રા કેમ ન નીકળે ? આ હિંદુઓ સાથે અન્યાય છે તેમનું અપમાન છે કેમ કે સતામાં બેઠેલા અભણ હિંદુઓ ને એવું છે અમે જ હિન્દૂ છીએ.

(1:29 pm IST)