Gujarati News

Gujarati News

News of Thursday, 25th June 2020

હવે સુરતનો ટેક્ષસ્ટાઇલ ઉદ્યોગ કોરોનાની ઝપટેઃ ૮૨ને વળગ્યો

હિરાઉદ્યોગ-ટેક્ષસ્ટાઇલ ઉદ્યોગ શનિ-રવિ બંધ રહેશે

સુરત : ગુજરાતમાં કોરોના વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે, ત્યારે સુરતમાં   કોરોના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. સુરત  રાજ્યનું ડાયમંડ સિટી અને ટેક્સટાઈલ હબ ગણાય છે. શહેરના આ બે મોટા ઉદ્યોગો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે.

ડાયમંડ સિટીમાં અત્યાર સુધી ૪૧૯ જેટલા રત્ન કલાકારો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે. જ્યારે છેલ્લા ૩ દિવસમાં ટેક્સટાઈલ ઉદ્યોગ સાથે સંકળાયેલા ૮૨ લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

શહેરના આ બે મુખ્ય ઉદ્યોગોમાં કોરોનાનું સંક્રમણ વધવાના કારણે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ડાયમંડ ઈન્ડસ્ટ્રી અને ટેક્સટાઈલ માર્કેટ દ્વારા સપ્તાહમાં ૫ દિવસ કામ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.  શનિ-રવિ રજા રાખવામાં આવશે.

 સુરતમાં કોરોનાના કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. છેલ્લા ૫ દિવસથી સતત ૧૦૦થી વધુ નવા કેસો સામે આવી રહ્યા છે. જેમાં છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ ૧૭૨ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે સુરતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને ૩૭૧૨ પર પહોંચી ગઈ છે.

(1:25 pm IST)